લાયન્સ ક્લબ શાહીબાગ દ્વારા ન્યુ રાણીપ વિસ્તારમાં વેકસીનેસન કેમ્પ નું સફળતાપૂર્વક આયોજન
લાયન્સ ક્લબ શાહીબાગ દ્વારા આયોજિત કોરોના વેક્સિનેશન કેમ્પ તારીખ 18 4 2019 ને રવિવારના દિવસે ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ શ્રદ્ધા સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે અઠવાડિયા પહેલા આજુબાજુ આવેલી વિવિધ સોસાયટીઓ ના ચેરમેન સેક્રેટરી નો રૂબરૂ નેસ્ટ પબ્લિક સ્કૂલ ના સ્ટાફે સંપર્ક કરી પોતાની સોસાયટીમાંથી ૪૫થી વધુ ઉંમરના દરેક નાગરિક આ કેમ્પમાં જોડાય તે માટે ચેરમેન સેક્રેટરી ને વાત કરી હતી.
તેમજ તેમના whatsapp મોબાઈલ નંબર ઉપર આ કેમ્પ સંદર્ભે તૈયાર કરેલ ડિજિટલ લિફ્લેટ મોકલી તેમની સોસાયટીના ગ્રુપમાં મોકલવા જણાવ્યું હતું. પરંતુ આ પ્રયત્ન પછી માત્ર ૪૦ જેટલા નાગરિકો નું કન્ફર્મેશન મળ્યું એટલે કે રિસ્પોન્સ જોઈએ એવો ન મળ્યો પછી શાળાના શિક્ષક શ્રી અશોકભાઈ,
શ્રી વિશાલ પટેલ ,શ્રી ધવલભાઈ, શ્રીમતી નેહા ચૌહાણ, શ્રીમતિ મહેશ્વરીબેન તેમજ ડી પી સ્કૂલ ના ટ્રસ્ટી શ્રી ચિરાગ શાહે આ તમામ સોસાયટીઓના દરેકે દરેક ના ઘરે જઈ ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો નો વ્યક્તિગત સંપર્ક કરી,વેકસીન માટે માર્ગદર્શન આપી રસી માટે રજીસ્ટ્રેસન મેળવ્યું હતું. અને આ પ્રયત્નથી રવિવારે સવારે 10 થી સાંજના 5 સુધી કુલ 205 વ્યક્તિઓએ આ રસી કરણ નો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ન્યુ રાણીપ વિસ્તારના કોર્પોરેટર શ્રી દશરથભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ 3232 બી1 ના ગવર્નર શ્રી નરેન્દ્રભાઈ પટેલ,કેબિનેટ સભ્ય શ્રી વિનોદભાઈ પટેલ અને લાયન્સ ક્લબ શાહીબાગ તરફથી શ્રી રાજેન્દ્રભાઇ પેરિવાલ,આ સૌએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ લાયન્સ શાહીબાગ ના પ્રેસિડેન્ટ શ્રી સંજય પટેલે સૌનો આભાર માન્યો હતો.