હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇન અમને પણ ગમતી નથી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/108emergency-scaled.jpg)
પ્રતિકાત્મક
ઓક્સિજન, બેડ અને ઈન્જેક્શન વધારવા સરકાર દ્વારા સતત પ્રયાસોઃ કેસ સામે સુવિધા ઉભી કરવાનો પડકાર
અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે યુ.એન.મહેતા હોસ્પિટલની મુલાકાત લઈને દર્દીઓને દાખલ થવાની કામગીરી અને બેડ વધારવાની સુવિધા અંગેનો રીવ્યુ કરી સમીક્ષા કરી હતી. જેના બાદ પત્રકારો સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી એ કહ્યુ હતું કે, રાજ્ય અને દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા અચાનક છેલ્લા ૧૦ થી ૧૨ દિવસમાં વધ્યા છે.
ગુજરાતમાં પણ ૯૦૦૦ દર્દી પોઝિટીવ આવી રહ્યાં છે. પહેલા પીકમાં ગુજરાતના માત્ર કેટલાક વિસ્તારમાં જ કોરોનાનું સંક્રમણ જાેવા મળ્યું હતું. પરંતુ બીજા પીકમાં ગુજરાતનો કોઇ જિલ્લો બાકી રહ્યો નથી. અમારી વ્યવસ્થા સામે દર્દીની સંખ્યા વધારે છે. જે બેડ ઉભા કરીએ તેની સામે કેસ વધતાં વધારે વ્યવસ્થાની સુવિધા ઉભા કરવાનો પડકાર આવે છે. ઓક્સિજન, બેડ વધારવા, ઈન્જેક્શન વધારવાનો સરકાર દ્વારા સતત પ્રયાસો થઇ રહ્યાં છે.
તેમણે કહ્યું કે, સરકારની, કોર્પોરેશનની અને ખાનગી હોસ્પિટલો એ તમામ જગ્યાએ પથારીઓ ભરેલી છે. તેથી જ વિનંતી છે કે, જરૂરિયાત મુજબના દર્દી જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખો. સિવિલ હોસ્પીટલ સરકારની સૌથી મોટી હોસ્પિટલ છે.
તેથી આરોગ્ય વિભાગની જવાબદારી છે કે હોસ્પિટલ આવેલ દર્દીને દાખલ કરવાનો ડોકેટર પ્રયત્ન કરે છે. બીજી હોસ્પીટલ વધતી ઓછી જવાબદારી નિભાવતા હોય, પણ સરકાર તમામ દર્દીને સિવિલમાં દાખલ કરવા કટીબદ્ધ છીએ. તેથી ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલમાં અહી ભલે લાઈન લાગે, આ ચિત્ર સારુ નથી, આ શોભતુ નથી, પણ આ અમારી મજબૂરી છે. ૧૦૮ માં પણ દર્દી હોય, તો પણ તેમાં ઓક્સિજન ચાલુ રાખીને દર્દીનો જીવ બચાવવાનો પ્રયાસ કરીએ છીએ.
જેમ બેડ ખાલી થાય તેમ અમે દર્દીને દાખલ કરીએ છીએ.નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની હોસ્પિટલની માહિતી આપતા કહ્યું કે, દર્દીઓને રાખવા માટે જગ્યા ઓછી પડી રહી છે. તેથી જેટલું બને તેટલી વધુ બેડ ઉભા કરવામાં આવી રહ્યાં છે. ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફોનનું પ્રમાણ વધી રહ્યું છે.
૧૦૮ પર બે પ્રકારનું ભારણ વધ્યું છે. કોરોનાની સાથે સામાન્ય દર્દીઓ જેમ કે રોડ અકસ્માત અને બીજી બીમારીના દર્દીઓ પણ ફોન કરી રહ્યાં છે. અનેક ફોન આવવાને કારણે લાઈન બિઝી મળી રહી છે. હાલ દર્દીઓને એમ્બ્યુલન્સ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ પર ભારણ વધી રહ્યું છે. હાલ તમામ તબીબો રજા માંગ્યા સિવાય તમામ લોકો કામ કરી રહ્યાં છે.
હાલ જે વેવ ચાલી રહી છે, તેને કારણે અમારી કેપેસિટી કરતા મોટી જરૂરિયાત વધી છે. તેથી અમે વ્યવસ્થા વધારવાનું કામ અમે કરી રહ્યાં છે. બીજા ફેઝનો વાયરસ સીધો ફેફસા પર અસર છ. જે દર્દી અહી આવે છે તે શ્વાસની તકલીફ વાળા આવે છે. નર્સીગ અને ડોકેટર સ્ટાફ સાથે અત્યારથી ભરવાની ૧૦૮ ને સૂચના અપાઇ છે.
મંજુશ્રી હોસ્પિટલમાં વધુ ૮૦ પથારીની સુવિધા ઉભી કરાઇ છે. કુલ ૨૪૦ નવી પથારી ઊભી કરી છે. કેન્સર હોસ્પીટલમાં આવતીકાલ? સાંજ સુધી માં ૩૦ પથારી ઊભી કરાશે. જીએમડીસીમાં ૯૦૦ બેડની હોસ્પિટલ એક અઠવાડિયામાં પ્રાપ્ત થશે.
ગુજરાતમાં તમામ હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે આપીએ છીએ. ખર્ચની ચિંતા કરતા નથી. પ્રધાનમંત્રી વાત્સલ્ય યોજના એ ભારત સરકારની યોજના છે, તેથી તેમા કોરોનાની સારવારને લગતો જે પણ ર્નિણય કરવાનો હોય તે ર્નિણય ભારત સરકારે કરવાનો રહેશે.