સ્વિત્ઝરલેન્ડ સરકાર દરેકના ઘરે બે ચડ્ડી મોકલી રહી છે
નવી દિલ્હી: આપને અત્યાર સુધી જમીનની ગુણવત્તા વધારવા માટે લોકોને તેમાં ખાતર મેળવતા જાેવા મળ્યા છે. પરંતુ જાે આપને કહેવામાં આવે કે માટીમાં અંડરવેર ડાટવાથી તેની ક્વોલિટી જાણી શકાય છે તો? સ્વિત્ઝરલેન્ડમાં દરેક ઘરમાં સરકાર બે સફેદ અંડરવેર મોકલી રહી છે. આ અંડરવેરને લોકો જમીનમાં દાટી રહ્યા છે. આવું કરીને માટીની ક્વોલિટી તપાસમાં આવી રહી છે.
સ્વિત્ઝરલેન્ડમાં માટીની ગુણવત્તા જાણવા માટે સરકાર ખેડૂતો પાસેથી મદદ લઈ રહી છે. સ્વિત્ઝરલેન્ડની રિસર્ચ સંસ્થાન એગ્રોસ્પેસે લોકોને બે અંડરવેર જમીનમાં દાટવા માટે કહ્યું છે. આ અંડરવેર સરકાર જ લોકોને મોકલી આપે છે. ત્યારબાદ તેને જમીનમાં દાટવામાં આવી રહ્યા છે. તેમાં જે અંડરવેર જમીનમાં દાટવામાં આવશે તે જ માટીની ગુણવત્તા લોકોને જણાવશે. મૂળે, જે વિસ્તારમાં અંડરવેર માટીમાં ભળી જશે, તેનો અર્થ એ છે કે તે સ્થળે બેક્ટેરિયા કે અન્ય નાના જીવાણુઓ વધુ માત્રામાં છે.
જાે કપડાને વધુ નુકસાન ન થાય તો ત્યાંની જમીન ઉપજાઉ છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ અંડરવેર જમીનમાં એક મહિના સુધી દબાવીને રહેશે. સાથોસાથ જમીનમાં ટી બેગ્સ પણ નાખવામાં આવશે. એક મહિના સુધી અંડરવેર માટીમાં દબાયેલી રહેશે. ત્યારબાદ વૈજ્ઞાનિકો તેને બહાર કાઢી લેશે. ત્યારબાદ ડિજિટલ એનાલિસિસ કરવામાં આવશે. તેનાથી બેક્ટેરિયાની ગુણવત્તા જાણી શકાશે.