Western Times News

Gujarati News

પોતાની પુત્રી પૂજા ભટ્ટને મહેશ ભટ્ટે લીપ કિસ કરી લીધી

મુંબઈ: વાત બોલિવુડની હોય ત્યારે અભિનેતા-અભિનેત્રી કે નિર્માતાઓની પ્રોફેશનલ લાઈફ હોય કે પર્સનલ લાઈફ બંને ચર્ચામાં રહેતી હોય છે. હિન્દી ફિલ્મોના જાણિતા દિગદર્શક મહેશ ભટ્ટે જેટલી સારી ફિલ્મો બનાવી તેટલા જ તેઓ અંગત જીવનના કારણે કાયમ ચર્ચાનું કેન્દ્ર રહ્યા. પરિણિત હોવા છતાં મહેશ ભટ્ટનું એક, બે નહીં પરંતું ત્રણ અભિનેત્રીઓ સાથે અફેર રહ્યુ.મહેશ ભટ્ટની ફિલ્મોમાં તમને ડ્રામા, સસ્પેન્સ અને કોન્ટ્રોવર્સી જાેવા મળે તેમ તેમની અંગત જિંદગીમાં પણ કોન્ટ્રોવર્સી, ડ્રામા અને સસ્પેન્સ રહ્યો છે.

બોલિવુડના નામાંકિત ડિરેકટર મહેશ ભટ્ટે અનેક મોટી ફિલ્મોને ડિરેકટ કરી અને તે ફિલ્મોએ સફળતાના ઝંડા ફરકાવ્યા. મહેશ ભટ્ટ તેમના પ્રેમ સંબંધના કારણે પણ વિવાદમાં સપડાયા. લગ્નેત્તર સંબંધથી લઈને ધર્મ પરિવર્તન સહિતની અનેક ઘટનાઓ તેમના જીવનમાં ઘટી. મહેશ ભટ્ટના જીવનમાં ઘટેલી ઘટનાઓથી તેમની જિંદગી બદલાઈ ગઈ. જાેકે, એક સમય એવો પણ આવ્યો જ્યારે મહેશ ભટ્ટે પોતાની જ દિકરી પુજા ભટ્ટને લીપ કિસ કરી લીધી અને આ ફોટો મીડિયામાં વાયરલ થયો.

ત્યારે મહેશ ભટ્ટે તો ત્યાં સુધી કહી દીધું કે જાે પૂજા મારી દિકરી ના હોત તો હું તેની સાથે લગ્ન પણ કરી લેત. પૂજા ભટ્ટ પહેલા એવું માનતી હતી કે સોની રાજદાને તેના અને તેના પરિવારને વેરવિખેર કરી નાખ્યા. ત્યારબાદ પૂજાના માતા કિરણે સમજાવ્યું કે તું પ્રેકટિકલ બન, ભલે મારા અને તારા પિતાના સારા સંબંધ ન હોય પણ તું તારા પિતા સાથે સારા સંબંધ રાખ. આ ઘટનાક્રમ બાદ પૂજાનું તેના પિતા સાથે બોન્ડિંગ વધતું ગયું.

૯૦ના દાયકાની સફળ અભિનેત્રી વ્યસનના રવાડે ચડી ગઈ અને તેની કારકિર્દી પૂર્ણ થઈ ગઈ. વર્ષ ૨૦૧૬માં મહેશ ભટ્ટની સમજાવટ બાદ પૂજા ભટ્ટે દારૂ છોડ્યો અને તેને હજી સુધી દારૂનું સેવન કર્યુ નથી. પહેલેથી લગ્ન થયેલા હોવા છતાં મહેશ ભટ્ટે પરવીન સાથે સંબંધ બાંધ્યા. બંને લિવ-ઈન-રિલેશનશીપ રહેતા હતા. મહેશ-પરવીનનો રિલેશન ઘણો સારો ચાલી રહ્યો હતો

પરંતું આ સંબંધને ગ્રહણ લાગી ગયું. એક રાત્રે મહેશ ભટ્ટ જ્યારે પરવીન બાબીના ઘરે પહોંચ્યા ત્યારે તે અલગ રૂપમાં જ જાેવા મળી. પરવીન તેની કોઈ ફિલ્મના કોસ્ટ્યુમ પહેરી રાખ્યા હતા. પરવીનના હાથમાં ચપ્પુ હતું. પરવીનના વાળ વેરવિખેર હતા તેનો મેકઅપ ખરાબ થયેલો હતો.મહેશને જાેઈ પરવીન બોલી હતી કે ‘મહેશ દરવાજાે બંધ કરી દે, તે આપણને મારવા માગે છે’… મહેશ પરવીનની આ હાલત જાેઈ દંગ રહી ગયા. મહેશ ભટ્ટ સમજી ન શક્યા કે પરવીન બાબીને શું થયું છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.