બંગાળમાં કોંગ્રેસને જીતની સંભાવનાવાળા ઉમેદવારોના તુટવાનો ભય સતાવી રહ્યો છે
કોલકતા: બંગાળમાં હજુ ત્રણ તબક્કાની ચુંટણી બાકી છે અને પરિણામ આવતા પહેલા જ કોંગ્રેસને અત્યારથી પોતાના ધારાસભ્યોના તુટવાનો ભય સતાવી રહ્યો છે તેના માટે આસામ બાદ હવે પાર્ટીએ બંગાળમાં જીતની સંભાવનાવાળા વિસ્રોની ઓળખ શરૂ કરી દીધી છે જેથી મતદાન પુરૂ થયા બાદ ઉમેદવારોને છત્તીસગઢ કે રાજસ્થાન મોકલી શકાય હકીકતમાં સુત્રોનું માનીએ તો કોંગ્રેસને ડર છે કે ચુંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતિ ન મળી તો તે સત્તા સુધી પહોંચવા માટે બીજા પક્ષોના ધારાસભ્યોને તોડી શકે છે આથી કોંગ્રેસ ભાજપને પોતાના ધારાસભ્ય સુધી પહોંચવાની તક આપવા માંગતી નથી આથી જીતની સંભાવનાવાળા ઉમેદવારોને તે છત્તીસગઢ મોકલવાની તૈયારી કરી રહી છે.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નામ પ્રકાશિત ન કરવાની શરત પર જણાવ્યું હતું કે ભાજપ અનેક રાજયોમાં બીજી પત્રોના ધારાસભ્યોને સોડી સત્તામાં પહોંચી છે. આવામાં સાવધાની માટે આ જરી છે આથી અમે જીતની સંભાવનાવાળા ઉમેદવારોને સુરક્ષિત જગ્યા પર મોકલવાની તૈયારીઓ કરી રહ્યાં છે. આ ઉમેદવારોને મતગણતરીના એક દિવસ પહેલા પાછા લેવવામાં આવશે
મતગણતરી બાદ જે ઉમેદવારો પણ જીતી વિધાનસભા પહોંચશે તેમને તે દિવસે પાછા હોટલમાં મોકલી આપવામાં આવશે તેમણે એ પણ કહ્યું કે પાર્ટીને કેરલમાં કોઇ રીતની તુટની આશંકા નથી કારણ કે ત્યાં ભાજપની સ્થિતિ મજબુત નથી
હકીકતમાં ભય આસામ અને બંગાળમાં કારણ કે સત્તા સુધી પહોંચવા માટે ભાજપ બહુમતિ એકત્રિત કરવાનો પ્રયાસ કરશે પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસને કેરલ અને આસામમાં સત્તા સુધી પહોંચવાની આશા છે. બંગાળમાં ટીએમસી અને ભાજપમાં આ વખતે બરોબારીનો મુકાબલો છે આવામાં કોંગ્રેસને લાગે છે કે અહીં બહુમતિ માટે કેટલીક બેઠકોની કમી થવા પર સરકાર બનાવવામાં તેમની ભૂમિકા બની શકે છે.