ભાજપનું નવું સુત્ર બસ વોટ કે લીયે ઢિલાઇ જ ઢિલાઇ : આપ
નવીદિલ્હી: આમ આદમી પાર્એ કોરોનાના કહેર વચ્ચે ચુંટણી રેલીઓને લઇ ભાજપ પર નિશાન સાધ્યું છે આપના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય રાધવ ચઢ્ઢાએ કહ્યું કે ભાજપ બંગાળ ચુંટણી જીતવા માટે ના દુરી ના દવાઇ,બસ વોટ કે લીયે ઢિલાઇ જ ઢિલાઇના સુત્ર મુજબ પ્રચાર કરી રહી છે.તેમણે કહ્યું કે કોરોનાના કહેર વચ્ચે પણ ભાજપ નેતા બંગાળ અને આસામમાં મોટી જાહેર સભાઓને સંબોધી રહ્યાં છે અને રેલીઓનું આયોજન કરી લોકોના જીવ જાેખમમાં મુકી રહ્યાં છે.
રાધવ ચઢ્ઢાએ કહ્યું કે આ બધુ તાકિદે બંધ થવું જાેઇએ વડાપ્રધાનનું સુત્ર છે કે દેશને ઝુકવા દેશે નહીં જયારે આપણુ સત્ર હોવું જાેઇએ દેશવાસીઓને મરવા દઇશું નહીં. તેમણે કહ્યું કે ભાજપ જવાબ આપે કે જાે ૨-૪ ચુંટણી જીતી પણ લે તો તેનાથી શું ફર્ક પડશે પાર્ટીઓ આવશે જશે પરંતુ મહામારીથી લોકો મરી જશે તો પાછા નહીં આવે
ચઢ્ઢાએ કહ્યું કે ભાજપ માટે શું મહત્વપૂર્ણ છે ચુંટણી પ્રબંધન કે કોરોના પ્રબંધન,ભારતના લોકો એ વાતથી ચિંતિત છે કે કેન્દ્ર સરકાર કંંઇ રીતે કોરોનાનું પ્રબંધન કરી રહી છે તે સમયે ભાજપ બંગાળ ચુંટણીમાં મત કેવી રીતે હાંસલ કરવામાં આવે તેને લઇ ચિંતિત છે. ગત ૧૦ દિવસોમાં જે ગતિથી કોરોના સંક્રમણ મોતના આંકડા વધ્યા છે.તેનાથી વધુ ગતિથી બંગાળમં ભાજપની રેલીઓની ગતિ વધી ગઇ છે.ભાજપને લોકોની જીંદગીથી કોઇ સંબંધ નથી