પોતાના જ ઘારાસભ્યોની યોગી સરકાર સારવાર કરાવી શકતી નથી
લખનૌ: યુપી સરકાર પોતાના જ કોરોના સંક્રમિત ધારાસભ્યની સારવાર કરાવી રહી નથી આ માહિતી કોરોના સંક્રમિત થયા બાદ ગંભીર હાલતમાં પહોંચલ નવાબગંજના ભાજપના ધારાસભ્ય કેસરસિંહ ગંગવારના પુત્ર વિશાલ તરફથી સોશલ મીડિયા પર કરવામાં આવેલ પોસ્ટમાં આપવામાં આવી છે આ પોસ્ટ બાદ ભાજપમાં નીચેથી લઇ ઉપર સુધી હલચલ મચી ગઇ છે. સરકાર પોસ્ટ જાેયા બાદ ધારાસભ્યને નોઇડાની યથાર્થ હોસ્પિટલમાં લઇ ગઇ હતી.
ધારાસભ્ય કેસરસિંહને ૧૨ એપ્રિલે કોરોના થયો હતો ત્યારબાદ તેમને શહેરની જ એક પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતાં અહીં બે દિવસ સારવાર બાદ તે હોમ સાઇસોલેટ થઇ ગયા પરંતુ આગામી દિવસે જ ઓકસીજનનું સ્તર નીચે આવ્યા બાદ તેને બીજીવાર મેડિકલ કોલેજમાં લઇ જવામાં આવ્યા હતાં. પુત્ર વિશાલના જણાવ્યા અનુસાર આરોગ્ય બગડતા ડોકટરોએ તેમને હાયર સેંટર લઇ જવા માટે કહ્યું તે સતત પ્રયાસ કરતા રહ્યું કે તેમના પિતાને કોઇ સારી હોસ્પિટલમાં દાખલ કરવાની સુવિધા મળી જાય પરંતુ ખુબ પ્રયાસો બાદ પણ કયાંયથી કોઇ આશાની કિરણ જાેવા મળી નહીં. આથી મેં ફેસબુકમાં પોસ્ટ કરી
પોસ્ટ કર્યા બાદ આરોગ્ય મંત્રાલય તરફથી ધારાસભ્યના પરિવારને એક સંદેશ મળ્યો જેમાં કહેવામાં આવ્યું કે તે ધારાસભ્ય કેસરસિંહને નોઇડાની યથાર્થ હોસ્પિટલમાં દાખલ કરાવી શકે છે ત્યારબાદ ધારાસભ્યનો પરિવાર તેમને નોઇડા લઇ ગયા કેસરસિંહની સ્થિતિ ખરાબ થવા પર ડોકટરોએ તેમને પ્લાઝમા થેરેપી ની સલાહ આપી મેડિકલ કોલેજમાં પ્લાઝમા ઉપલબ્ધ ન હોવાથી ખુદ ધારાસભ્યે ખુદ ફેસબુક પોસ્ટ કરી બી પોઝીટીવ ગ્રુપના મહીનાભર પહેલા સંક્રમણથી સ્વસ્થ થયેલ વ્યક્તિને પ્લાઝમા ડોનેટ કરવાની સલાહ આપી પુત્ર વિશાલે કહ્યું કે તે લોકોએ તમામ વ્હાટ્સએપ ગ્રુપમાં આ મેસેજ મોકલ્યો પરંતુ બરેલીમાં પ્લાઝમા પણ મળ્યો નહીં ગઇકાલે હલ્દાનીના એક વ્યક્તિએ પ્લાઝમા દાન કર્યું ત્યારબાદ તેમના પિતાની સ્થિતિમાં સુધાર આવ્યો અને હવે તે તેમને નોઇડા લઇ જશે
વિશાલે કહ્યું કે કોરોના સંક્રમિત થયા બાદ પિતાની હાલત સસત ખરાબ થઇ રહી હતી મેં અનેકવાર મુખ્યમંત્રી કાર્યાલયે ફોન કર્યો જેથી તેમને સારી હોસ્પિટલમાં દાખલ કરી શકાય પરંતુ ત્યાં કોઇએ ફોન જ ઉપાડયો નહીં આથી પરેશાન થઇ મેં ફેસબુક પર પોસ્ટ કરી જાે કે પ્રદેશ ઉપાધ્યક્ષ અને જનપદ પ્રભારી સંતોત સિંહે કહ્યું કે કોરોના સંક્રમિતોની સારી સારવાર માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે મુખ્યમંત્રી કાર્યાલય પર ફોન ઉઠવવો સમજની પર છે