હોંગકોંગ ભારત વચ્ચે ઉડનાર ઉડયનો ૩ મે સુધી સ્થગિત કરાયા
નવીદિલ્હી: ભારતમાં સતત કોરોના વાયરસના મામલામાં વધારો જાેતા ચીનના શહેર હોંગકોગમાં અધિકારીઓએ મોટો નિર્ણય લીધો છે.હકીકતમાં હોંગકોંગે ભારતથી પહોંચનારી તમામ ઉડયનો ૨૦ એપ્રિલ મંગળવારથી ત્રણ મે સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.ઉડયન સુત્રોએ આ માહિતી આપી કે હોંગકોંગની સરકારે પાકિસ્તાન અને ફિલિપીંસથી પહોચનારી ઉડયનોને પણ આ મુદ્ત માટે સ્થગિત કરી દીધી છે.સુત્રોએ કહ્યું કે ભારત ઉપરાંત પાકિસ્તાન અને ફિલીપીંસમાં કોવિડ ૧૯ના વધતા મામલાને કારણે હોંગકોંગે આ પગલુ ઉઠાવ્યું છે.
હોંગકોગ સરકારે આ નિર્ણય આ મહીને વિસ્તાર એયરલાઇન્સની બે ઉડયનોથી આવેલ ૫૦ યાત્રીકોના કોરોના વાયરસથી સંક્રમિત જણાયા બાદ લીધો છે. હોંગકોગના નિયમો હેઠળ ત્યાં જવાના વધુમાં વધુ ૭૨ કલાક પહેલા તમામ યાત્રીકો માટે આરટી પીસીઆર તપાસ કરાવી કોવિડ ૧૯ની નેગેટીવ રિપોર્ટ બતાવવો અનિવાર્ય છે.
આ પહેલા રવિવારે જ હોંગકોંગ સરકારે મુંબઇથી હોંગકોગની વચ્ચે પરિચાલન વિસ્તારા એયરલાઇન્સની તમામ ઉડયનોને બે મે સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી આ નિર્ણય વિસ્તારની મુંબઇ હોંગકોગ ઉડયનથી પહોંચનાર ત્રણ લોકોના રવિવારે કોરોના વાયરસથી સંક્રમિત જણાયા બાદ લેવામાં આવ્યો હતો.
એ યાદ રહે કે માર્ચની શરૂઆતમાં હોંગકોંગમાં પણ કોરોનાના મામલામાં વધારો થયો છે ત્યારબાદ શહેરના હજારો લોકોને કવારંટાઇનમાં રહેવું પડયું છે પરંતુ હાલ દેશમાં કોરોનાના સંક્રમણના સ્થાનિક પ્રસારના મામલા સામે આવી રહ્યાં નથી જયારે બીજી તરફ ભારતમાં કોરોનાનો કહેર જારી છે દેશમાં કોરોના વાયરસ મહામારી વિકરાલ રૂપ લેતી નજરે પડી રહી છે. સંક્રમિતોની સંખ્યાએ વાયરસના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.