Western Times News

Gujarati News

કોરોનાના દૈનિક કેસ ૩ લાખની નજીક પહોંચ્યા, મોતનો કુલ આંકડો ૧,૭૮,૭૬૯

Files Photo

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ હાલમાં કોરોનાની ચપેટમાં છે. વળી, સોમવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨,૭૩,૮૧૦ નવા કેસ સામે આવ્યા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૧,૫૦,૬૧,૯૧૯ થઈ ગઈ છે. વળી, ૨૪ કલાકની અંદર કોરોના ૧૬૧૯ લોકોએ દમ તોડી દીધો છે ત્યારબાદ મોતનો કુલ આંકડો ૧,૭૮,૭૬૯ સુધી પહોંચી ગયો છે. ભારતમાં સક્રિય કેસ અત્યારે ૧૯,૨૯,૩૨૯ છે અને ૧,૨૯,૫૩,૮૨૧ લોકો રિકવર થઈને હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે. વળી, દેશમાં અત્યાર સુધી ૧૨,૨૬,૨૨,૫૯૦ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે. ૧૦૦ દિવસ સુધી ચાલશે કોરોનાની બીજી લહેર ૧૦૦ દિવસ સુધી ચાલશે કોરોનાની બીજી લહેર ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે.

નિષ્ણાંતોનું માનીએ તો આ લહેર આવતા ૧૦૦ દિવસ સુધી ચાલવાની છે અને જ્યાં સુધી ૭૦ ટકા વસ્તીનુ વેક્સીનેશન નહિ થઈ જાય ત્યાં સુધી કોરોનાની લહેર લોકોને પરેશાન કરતી રહેશે. દક્ષિણ-પૂર્વ પોલિસ માટે એક્સપર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ જ્યારે દેશના ૭૦ ટકા લોકો કોરોનાની રસી લગાવી લેશે ત્યારે લોકોમાં હર્ડ ઈમ્યુનિટી થશે ત્યારબાદ જ આ લહેર ઓછી થશે. વેક્સીન વિશે જૈવ-પ્રૌદ્યોગિકી વિભાગનુ મોટુ નિવેદન વેક્સીન વિશે જૈવ-પ્રૌદ્યોગિકી વિભાગનુ મોટુ નિવેદન ઘણા રાજ્યોએ કેન્દ્ર પર નિશાન સાધ્યુ છે કે તેમની પાસે વેક્સીનની અછત છે

સરકાર તેમના પર ધ્યાન નથી આપી રહી. વળી, જૈવ-પ્રૌદ્યોગિકી વિભાગે મીડિયાને માહિતી આપી છે કે કોવેક્સલીનના ઉત્પાદનમાં ગતિ લાવવામાં આવી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં અમે દર મહિને ૧૦૦ મિલિયન એટલે કે ૧૦ કરોડ ડોઝ તૈયાર કરવા લાગીશુ અને અમે મે-જૂન સુધી પ્રોડક્શન ડબલ કરી લઈશુ. ઑક્સિજન સિલિન્ડરની કમી ઑક્સિજન સિલિન્ડરની કમી કોરોના મહામારી દરમિયાન ચિકિત્સાના ઉપયોગ માટે ઑક્સિજનની વધતી માંગને જાેતા સરકારે ઔદ્યોગિક ઉપયોગ માટે ઑક્સિજનનો પુરવઠા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે કોરોનાના કેસોમાં થઈ રહેલ વધારાને કારણે રાજ્ય ઑક્સિજનની કમીનો સામનો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.