ચીનમાં વેક્સિનેશન લોકો ડરતા હતા આથી સરકારે મફત વસ્તુઓની ઓફર કરી
બીજીંગ: કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ છે. એક તરફ જ્યારે આ મહામારીએ આખા વિશ્વમાં કોહરામ મચાવ્યો છે, ત્યારે ચીને મોટા પાયે આ પ્રકોપ પર નિયંત્રણ મેળવી લીધો છે. તેમાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે વેક્સિનેશ. ચીન જેવા વિશાળ વસ્તીવાળા દેશમાં ત્યાંની સરકાર લોકોને વેક્સિનેશન તરફ આકર્ષિત કરવા માટે વિવિધ પ્રકારની ઓફર આપી રહી છે.
જે લોકો વેક્સિન ન લેવાની ઇચ્છા ધરાવતા લોકોને વેક્સિન અપાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને આ માટે તેઓને મફત ઇંડા, સ્ટોર કૂપન અને કરિયાણાના સામાન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેના ફાયદા પણ ત્યાં જાેવા મળ્યા છે અને વેક્સિનેશન અભિયાન ઝડપી બન્યું છે.
ચીનમાં વેક્સિનેશનની ધીમી શરૂઆત બાદ દરરોજ લાખો લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, જેમાં આ ઓફરોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. માત્ર૨૬ માર્ચે ત્યાં ૬.૧ મિલિયન ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. એક ટોચના સરકારી ડોક્ટર, ઝોંગ નાનશને જૂન સુધીમાં દેશના ૧.૪ બિલિયન લોકોમાંથી ૫૬૦ મિલિયન લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૯માં ચીનમાં પ્રથમ વાર કોરોનાથી સંક્રમિત દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી. વુહાનની હોસ્પિટલોમાં તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં મુશ્કેલી પછી વાયરસની જાણકારી લોકોને થઈ હતી. સરકારે જાન્યુઆરી ૨૦૨૦માં સંક્રમણના ફરીથી ફેલાવાને કારણે બે મહિનાથી વધુ સમય માટે શહેર અને હુબેઇ ક્ષેત્રમાં લોકડાઉન લગાવી દીધું હતુ.
ચીને કડક બોર્ડર નિયંત્રણો અને ઝડપી લોકડાઉન દ્વારા વાયરસ પર કાબૂ મેળવ્યો છે. જ્યારે પણ સંક્રમણ ઓછું થાય છે ત્યારે લોકડાઉન હળવું કરવામાં આવે છે અને જેમ જેમ સક્રમણ વધે છે ત્યારે તેને ફરીથી કડક કરી દેવામાં આવે છે. સંક્રમણમાં ઘટાડો થવાને કારણે ઘણા લોકો વેક્સિન લેવાનું ઇચ્છતા નથી અને આ જ કારણ છે કે ચીનની સરકાર લોભામણી ઓફરો આપીને લોકોને વેક્સિનેશન માટે આકર્ષિત કરી રહી છે.