પશ્વિમ રેલવે હવે માસ્ક ના પહેરનાર પાસેથી ૫૦૦ દંડ વસૂલશે
મુંબઇ: દેશમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે.સંક્રમણ બમણી ગતિથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે.દેશના હાલત કોરોનાના લીધે સારા નથી હાલત ખુબ ગંભીર છે.કોરોના મહામારીને ધ્યાનમાં લઇને પશ્વિમી રેલવેએ પણ મુસાફરોને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની અપીલ કરી છે. રેલવેઅ મુસાફરો માટે નવા નિયમો બનાવ્યા છે.જાે કોઇપણ મુસાફરે માસ્ક નહીં પહેર્યુ હોય તો તેની પાસેથી ૫૦૦ રૂપિયા દંડ લેવાશે.
ભારતીય રેલવે દ્વારા ટ્રેન પરિચાલન માટે નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ સેટેશનો અને મુસાફરી દરમિયાન બધા મુસાફરોએ માસ્ક અથવા ચેહેરો ઢાંકવો જાેઇએ.આ ઉપરાંત રેલવે પરિસરમાં થૂંકતા અટકાવવા માટે નિયમો અમલી બનાવ્યા છે. રેલવેએ જાહેર કર્યું છે કે રેલવે પરિસરમાં અને ટ્રેનમાં માસ્ક ના પહેરનારે ૫૦૦ દંડ ભરવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે માસ્ક પહેરવું અનિવાર્ય છે જે પ્રમાણે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને પશ્વિમી રેલવેએ માસ્ક ફરજિયાત કરી દીધાં છે. જાે નિયમનો ઉલ્લંઘન કરશે તો તેને દંડ ભરવો પડશે.