Western Times News

Gujarati News

દાહોદ નગરપાલિકાના ૫૦ ટકા કર્મચારીઓ કોરોના ગ્રસ્ત થતાં સેવાઓ ઠપ

દાહોદ: દાહોદ જિલ્લામાં કોરોના વિસ્ફોટ થેયલો છે. ત્યારે કર્મચારી આલમ પણ હવે કોરોનામાં સપડાયો છે. ત્યારે દાહોદ નગર પાલિકાના ૫૦ ટકા કર્મચાારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની થયા હોવાાની માહિતી પ્રાપ્ત થઇ છે.જેથી શહેરમાં વિવિધ સેવાઓ પણ પ્રભાવિત થઇ રહી છે.

ગામડાઓમાં પણ હવે ઘેર ઘેર કોરોનાના ખાટલા છે ત્યારે લગ્નસરાને કારણે બજારોમાં જામતી ભીડ કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહી છે.તેમ છતાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગના કાયદાનુ ચુસ્ત પાલન આજે પણ કરવામાં આવતુ નથી. જેથી બધું જ હવે ભગવાન ભરોસે હોવાનું સ્પષ્ટ લાગી રહ્યુ છે.

આવા કપરા કાળમાં તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે દાહોદ નગર પાલિકાના કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી જ રહ્યા છે.

શહેરમાં સંક્રમણ વધારે હોવાથી પાલિકાના કર્મચારીઓ પણ હવે કોોરોનામાં સપડાયા છે. ત્યારે સત્તાવાર માહિતી પ્રમાણે પાલિકાના વિવિધ વિભાગના મળીને ૫૦ ટકા કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાથી તેમના પરિવારજનો પણ ચિંતામાં છે.શહેરી વિસ્તારમાં સફાઇ,પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ,ગટર સફાઇ જેવી પ્રાથમિક સુવિધાને પાાલિકાના કર્મચારીઓ જ કાયાર્ન્વિત રાખે છે. ત્યારે દાહોદ પાલિકાના કર્મચાારીઓ આટલી મોટી સંખ્યામાં સંક્રમિત હોવાથી આવી સેવાઓ પણ પ્રભાવિત થઇ રહી છે. તેને કારણે નગર સેવકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે નાગરિકો ફોન ભલે નગર સેવકોને કરે પરંતુ કામગીરી તો પાાલિકાના જે તે વિભાગના કર્મચારીઓએ જ કરવાની હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.