કાશ્મીરમાં 50 હજાર લોકોને સરકારી નોકરીઓ આપવામાં આવશે: સત્યપાલ મલિક
જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે પત્રકાર પરિષદ સંબોધી રાજ્યની સ્થિતિ અંગે માહિતી આપી હતી. જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુકે, પાછલાં 24 દિવસોમાં જમ્મૂ-કાશ્મીરમાં એક પણ વ્યક્તિનો પણ જીવ ગયો નથી. તેમણે કહ્યુ હતુકે, અમારુ ફોકસ જમ્મૂ-કાશ્મીરની કાયદો વ્યવસ્થા છે અને અમે તેમાં સફળ રહ્યા છીએ.
રાજ્યપાલે માહિતી આપી કે રાજ્યમાંથી 370 હટાવ્યાં બાદ શાંતિનનો માહોલ છે, અને કોઈ અઘટીત ઘટના ઘટી નથી. જમ્મુ અને લદ્દાખમાં શાળા-કોલેજ શરૂ થઈ હોવાની પણ જાણકારી આપી છે. રાજ્યપાલે કોઈનું નામ લીધા વગર રાજ્યમાં સ્થિતિ ખરાબ હોવા અંગે કેટલાંક લોકો અફવા ફેલાવે છે તેમ જણાવ્યું. સાથે જ તમામ લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે સાથે જ આગામી 2-3 માસમાં 50 હજાર લોકોને રોજગાર આપવામાં આવશે તેવી પણ માહિતી સત્યાપાલ મલિકે આપી હતી.
રાજ્યનાં યુવાઓ માટે પ્રશાસને 50 હજાર નોકરીઓની જાહેરાત કરી હતી. રાજ્યપાલે જમ્મૂ-કાશ્મીરનાં યુવાઓને અપીલ કરી છેકે, નોકરીઓની તૈયારીઓમાં પુરા જોશ સાથે જોડાય. રાજ્યપાલે કહ્યુકે, આગામી 2થી ત્રણ મહિનામાં આ નિમણૂંકો પુરી કરી દેવામાં આવશે.