કોંગ્રેસના કોર્પોરેટરે કોરોના લડત માટે બજેટમાંથી રૂા.બે લાખ ફાળવ્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહયુ છે કોરોનાના દર્દીઓ સારવાર માટે વલખા મારી રહયા છે આવા કપરા સમયે નાગરીકોની મદદ કરવાના બદલે મોટાભાગના નેતાઓ ગાયબ થઈ ગયા છે અથવા સોશ્યલ મીડીયાના માધ્યમથી ભાષણબાજી કરી રહયાછ ે તેમજ નક્કર નિર્ણય કે કામ થતા નથી. પરંતુ કોંગ્રેસના યુવા કોર્પોરેટરે વાતો કરવાના બદલે નક્કર નિર્ણય કર્યા છે તેમજ કાઉન્સીલર ગ્રાન્ટમાંથી રૂા.બે લાખ કોરોના મહામારીની લડત માટે ખર્ચ કરવા ફાળવ્યા છે.
શહેરના ૧૯ર કોર્પોરેટરોને તેમના વોર્ડ અને મતદારોની સુવિધા માટે ખાસ બજેટ આપવામાં આવે છે પરંતુ આ બજેટ પૈકી મોટાભાગની રકમ બાંકડાઓ, ટ્રી-ગાર્ડ અને તકતીઓ મુકવા માટે ખર્ચ થાય છે પરંતુ મતદારોના શિક્ષણ અને આરોગ્ય માટે રાતિપાઈ પણ ખર્ચ થતી નથી ત્યારે કોંગ્રેસના નવનિયુક્ત અને યુવા કોર્પોરેટર નીરવ બક્ષીએ નવો ચીલો શરૂ કર્યો છે શહેરના નાગરીકો કોરોના મહામારી સામે ઝઝુમી રહયા છે તેવા સંજાેગોમાં નાગરીકોને સારી સારવાર મળી રહે તે માટે દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષીએ તેમના બજેટમાંથી રૂા.બે લાખ કોરોના માટે ફાળવ્યા છે તથા તે અંગે યોગ્ય કાર્યવાહ