ગળતેશ્વર તાલુકાની પાલી શાળાના વિધાર્થીઓને સેવાલીયા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી
(પ્રતિનિધિ) સેવાલીયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પાલી પ્રાથમિક શાળાના ધોરણ ઃ- ૬ થી ૮ ના કુલ ૬૦ વિધાર્થીઓને બેંક ઓફ બરોડા, સેવાલીયા અને પ્રિન્સિપાલ સિવિલ જજ અને જયુડી. મેજી. ફર્સ્ટ કલાસ કોર્ટ. ગળતેશ્વરની મુલાકાત કરાવવામાં આવી હતી. અને કાયદા અંગેની જાણકારી આપવામાં આવી હતી. જેમાં ગળતેશ્વર બાર એસોસિએશન દ્વારા જરૂરી પૂરક માહિતી આપવામાં આવી હતી. જેમાં ગળતેશ્વર બાર એસોસિએશનના હોદ્દેદારો સેલેશ ભાઈ આર ક્રિસચન, (પ્રમુખ) નરેન્દ્ર પી. પટેલ (ઉપપ્રમુખ), મુસ્તાક અલી કે સૈયદ, (સેક્રેટરી), દિપક એ. મકવાણા, (જોઈન્ટ સેક્રેટરી), પ્રગનેશ વી. પટેલ (ખજાનચી), શાહનવાઝ સૈયદ (લાઈબ્રેરી સેક્રેટરી) તથા બીજા અન્ય તસ્લિમભાઈ મલેક સહિતના બીજા વકીલ મિત્રો હાજર રહ્યા હતા. તેમજ સેવાલિયા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.પી સોલંકી તરફથી બાળકોને માહિતી આપવામાં આવી હતી. પોલીસ મથકના હથિયારોની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન જયેશ એ. પટેલ (આચાર્ય), મનેસ આર. પટેલ, દિપકભાઈ એમ. પટેલ, ભરતભાઈ પી. પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી.*