અમે ભારતની ફાર્માસ્યુટિકલ જરૂરતો પર વિચાર કરીશું : અમેરિકા
વોશિંગ્ટન: કોરોના વેકસીનને તૈયાર કરવા માટે જરૂરી કાચા માલની સપ્લાઇ પર રોકના સવાલ પર અમેરિકાએ કહ્યું કે અમે ભારતની ફાર્માસ્યુટિકલ જરૂતોને સમજીએ છીએ અને આ મુદ્દા પર વિચાર કરશે આ ઉપરાંત અમેરિકી સરકારે એ પણ માન્યુ છે કે ઘરેલુ કંપનીઓ તરફથી પહેલા પોતાના નાગરિકોને પ્રાથમિકતા આપવાની નીતિ હેઠળ આમ થયું છ.રાષ્ટ્રપતિ જાે વાઇડેન એ તેના પહેલા આ પદ પર રહેલા ડોનાલ્ડ ટ્રંપે કોરોના સંકટ બાદ ડિફેંસ પ્રોડકશન એકટ લાગુ કરી દીધા હતાં તેના કારણે અમેરિકી કંપનીઓને પહેલા પોતાના દેશની જરૂરતોને પુરો કરવા પર ફોકસ કરવો પડયો હતો આ એકટના કારણે કંપનીઓને દવાઓથી લઇ પીપીઇ કિટ સુધીના નિર્માણમાં પહેલા અમેરિકા પર જ ફોકસ કરવો પડયો
અમેરિકામાં ફાઇઝર અને મોડર્નાને વેકસીનનું ઉત્પાદન કર્યું છે અને દેશમા તેજીથી ટીકાકરણનું કામ ચાલી રહ્યું છે. અમેરિકામાં ચાર જુલાઇ સુધી પુરી વસ્તીને રસી લગાવવાની તૈયારી છે આ વચ્ચે ભારત સહિત અનેક અન્ય દેશોમાં વેકસીન તૈયાર કરવા માટે જરૂરી કાચા માલની કમી જાેવા મળી રહી છે.તાજેતરના દિવસો ભારતમાં કોવિશીલ્ડ વેકસીન તૈયાર કરનાર સીરમ ઇસ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પુનાવાલાએ જાે બાઇડેનથી કાચા માલના નિર્યાત માટે નિયમોમાં ઢીલ આપવાની સંભાવના કરી હતી જેથી ભારતની જરૂરતોને પુરી કરી શકે છે ત્યારથી એ આશા કરવામાં આવી રહી છે કે બાઇડેન પ્રશાસન મોટું દિલ બતાવા નિર્ણય લેશે
એ યાદ રહે કે અમેરિકામાં ૧૯૫૦માં બનેલ કાનુન ડિફેંસ પ્રોડકશન એકટ રાષ્ટ્રપતિને આ અધિકાર આપવાનો છે કે તે કંપનીઓ તરફથી તૈયાર સામગ્રીના નિર્યાત પર રોકલ લાગી શકે તે ઘરેલુ હિતોની પૂર્તિ માટે એવું કરી શકે છે જેથી પહેલા અમેરિકા અને તેમની જરૂરતોને પ્રાથમિકતા આપી શકાય છે.એ યાદ રહે કે અમેરિકા ઇઝરાયેલ જેવા દેશોની જેમ પર ભારતમાં પણ કોરોનાની વિરૂધ્ધ રસીની જંગ તેજ છે. ૧મેથી દેશમાં ૧૮ વર્ષથી વધુ આયુના તમામ લોકોના રસીકરણને મંજુરી આપી છે.અત્યાર સુધી ૪૫ વર્ષથી વધુ ઉમરના લોકો અને ૪૫ વર્ષથી વધુ ઉમરવાળા ગંભીર રીતે બિમાર લોકોને દાયરામાં લાવવામાં આવ્યા હતાં ત્યારબાદ ૪૫ વર્ષથી વધુ ઉમરના તમામ લોકોનું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હવે તેને દેશની સમગ્ર વયસ્ક વસ્તી સુધી પહોંચાડવાની તૈયારી કરવામાં આવી છે.