બંગાળ ચુંટણી વચ્ચે કોવિડ પોઝીટવ થયા મુખ્ય ચુંટણી કમિશ્નર સુશીલ ચંદ્રા
નવીદિલ્હી: દેશના નવા મુખ્ય ચુંટણી કમિશ્નર સુશીલ ચંદ્રા અને ચુંટણી કમિશ્નર રાજીવકુમાર પણ બેકાબુ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.પશ્ચિમ બગાળમાં જારી વિધાનસભા ચુંટણીની વચ્ચે બંન્ને કોરોના પોઝીટીવ જણાયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ઉપ ચુંટણી કમિશ્નર પણ કોવિડ પોઝીટીવ જણાયા બાદ કવોરંટીન છે. જાે કે સુત્રોએ પણ બતાવ્યું કે કોરોના પોઝીટીવ થયા બાદ ચુંટણી કમિશ્નર સતત વીડિયો કોલ દ્વારા સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે જેથી પશ્ચિમ બંગાળ ચુંટણીના બાકીના ત્રણ તબકકાનું મતદાન અટકે નહીં. બંગાળમાં હજુ ૨૨,૨૬ અને ૨૯ એપ્રિલે ત્રણ તબક્કામં ચુંટણી થનાર છે. રાજયમાં ૨૯ માર્ચે પહેલા તબક્કાનું મતદાન થયું હતું.
સુશીલ ચંદ્રાને ગત અઠવાડીયે જ મુખ્ય ચુંટણી કમિશ્નર એટલે કે સીઇસી તરીકે નિયુકત કરવામાં આવ્યા હતાં તેમણે સુશીલ અરોડાનું સ્થાન લીધુ છે. જેમનો કાર્યકાળ પુરો થયા બાદ સુશીલ ચંદ્રા દેશના નવા સીઇસી બન્યા હતાં તે ૧૪ મે ૨૦૨૨ સુધી આ પદ પર બની રહેશે
એ યાદ રહે કે દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસો અટકવાનું નામ લઇ રહ્યાં નથી તેની ચપેટમાં નેતા અભિનેતા સહિત સામાન્ય લોકો આવ્યા છે. પ્રકાશ જાવડેકર,યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,સપા પ્રમુખ અખિલેશ યાદવ ચંદ્રશેખર રાવ,પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ,કોંગ્રેસ પ્રવકતા સુરજેવાલ,પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા પણ કોરોના સંક્રમિત થયા છે.ગત ૨૪ કલાકની અંદર પણ દેશમાં કોરોનાના લગભગ ૨ લાખ ૬૦ હજાર નવા મામલા દાખલ થયા છે જયારે તેનાથી ૧૭૦૦થી વધુ લોકોએ દમ તોડયા છે.