ઉત્તરપ્રદેશના પાંચ શહેરોમાં લોકડાઉન નહીં : સુપ્રીમ કોર્ટ

Files Photo
નવીદિલ્હી: લખનૌ સહિત પાંચ શહેરોમાં ૧૯ એપ્રિલની રાતથી લોકડાઉનના અલ્હાબાદ હાઇકોર્ટના નિર્દેશ પર દેશની સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે સુપ્રીમે અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવી ઉત્તરપ્રદેશને મોટી રાહત આપી છે.
અલ્હાબાદ હાઇકોર્ટે કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે ઉત્તરપ્રદેશના પાંચ શહેરોમાં સ્થિતિ ખરાબ જાેતા લખનૌ કાનપુર શહેર પ્રયાગરાગ વારાણસી તથા ગોરખાપુરમાં લોક ડાઉનના નિર્દેશ આપ્યા હતાં તેના વિરોધમાં ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી એસજી તુષાર મહેતાએ ઉત્તરપ્રદેશ સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિથી તાકિદે સુનાવણી કરવા માટે ઉલ્લેખ કર્યો હતો.
હાઇકોર્ટના નિર્દેશ પર રાજય સરકારનું કહેવુ હતું કે અલ્હાબાદ હાઇકોરટનો આ નિર્દેશ કાર્યપાલિકાના ક્ષેત્રમાં અતિક્રમણ છે સરકાર કોરોના વાયરસના સંક્રમણ કાળમાં સારી રીતે કામ કરવાનો પ્રયાસ કરી રહી છે જાે સરકારને લાગે છે કે વિના લોકડાઉનથી વાત બનશે નહીં તો લોકડાઉન પણ થશે પહેલા પણ કરવામાં આવ્યું હતું.
આ પહેલાના દિવસેને દિવસે કોરોના સંક્રમણના મામલા પર અલ્હાબાદ હાઇકોર્ટના ઉત્તરપ્રદેશના પાંચ શહેરોમાં ૧૯ એપ્રિલની રાતથી સાત દિવસ માટે લોકડાઉનનો નિર્દેશનું પાલન કરવાનો ઇન્કાર કરનારી યોગી આદિત્યનાથ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. હાઇકોર્ટે જનગિત અરજી પર સુનાવણી કરતા રાજયમાં પાંચ શહેરોમાં ૨૬ એપ્રિલ સુધી લોકડાઉનનો નિર્દેશ આપ્યો હતો.
યોગી આદિત્યનાથ સરકારના પ્રવકતાએ હાઇકોર્ટના આ નિર્દેશને માનવાના સરકારના સ્પષ્ટ ઇન્કાર કરવાના નિર્ણયની સાથે જ માહિતી કરાવ્યું કે સરકાર લોકડાઉને લઇ ખુબ ગંભીર છે લોકો સ્વેચ્છાએ ઠેર ઠેર પ્રતિષ્ઠાનો અને બજારો બંધ કરી રહ્યાં છે આ સાથે જ સરકારે આ પાંચ શહરોની સાથે અન્ય દસ જગ્યાએ રાત આઠ વાગ્યાથી આગામી સવારે સાત વાગ્યા સુધી નાઇટ કરફયુ લગાવી રાખ્યો છે.