સુશાંત સિંહ રાજપુતની બાયોપિક : મેકર્સને નોટીસ મોકલાવાઇ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/sushant-1-1024x768.jpg)
નવીદિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતના જીવન પર આધારિત બાયોપિક બનાવનારી નિર્માતાઓને દિલ્હી હાઇકોર્ટે નોટીસ જારી કરી છે સુશાંત સિંહ રાજપુતના પિતાએ આ ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરી છે.તેમની આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે નિર્માતાઓથી જવાબ માંગ્યો છે.
ગત વર્ષ ૧૪ જુનના રોજ યુવા અભિનેતા સુશાંતસિંહ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ મામલાને એક વર્ષ થવા આવ્યું ત્યારબાદથી સતત તપાસ જારી છે તેમાં ત્રણ ત્રણ કેન્દ્રીય એજન્સીઓને એન્ટ્રી પણ થઇ પરિવારજનો ફેંસ અને બિહાર સરકારની સતત માંગ બાદ કેસને મુંબઇ પોલીસના હાથોમાંથી લઇ સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો છે.
સુશાંત સિંહ રાજપુત મોત મામલામાં તપાસ એજન્સી એ માહિતી લગાવવાનો પ્રયાસ કરી રહી છે કે આ આત્મહત્યા હતી કે હત્યા.કારણ કે આત્મવિશ્વાસથી ભરેલ અભિનેતાની આત્મહત્યાના અહેવાલ કોઇના ગળે ઉતરી રહ્યાં ન હતાં સમયની સાથે તપાસ આગળ વધતી ગઇ અને તેમાં સીબીઆઇ બાદ ઇડી અને એનસીબીની પણ એન્ટ્રી થઇ ગઇ. એનસીબીની તપાસ હજુ પણ જારી છે.એજન્સીએ એનડીપીસીએસ કોર્ટમાં ૩૩ આરોપીઓની વિરૂધ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી છે તેમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઇ સહિત ૩૩ લોકોને આરોપી બનાવ્યા છે તેની આગામી સુનાવણી હજુ થવાની બાકી છે.
સુશાંતના મૃત્યુ બાદ કેટલાક નિર્માતા અને નિર્દેશક તેના પર બાયોપિક બનાવવાનું વિચારી રહ્યાં છે. ફિલ્મમેકર વિજય શેખર આ ફિલ્મને બનાવવા જઇ રહ્યાં હતાં ફિલ્મનું પોસ્ટર રિલીજ થઇ ચુકયુ હતું. કહેવાય છે કે સુશાંત તેમની ફિલ્મ પ્રેરણાદાયક છે નોન ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવેલ લોકોને તેમાં કાસ્ટ કરવાની વાત કહેવામાં આવી હતી આ સાથે જ નોપોટિઝમ પર જાેરદાર નિશાન સાધવાનો દાવો હતો ત્યારબાદ અહેવાલ આવ્યા હતાં કે સુશાંત સિંહ રાજપુત કેસથી પ્રેરિત આ ફિલ્મને સરલા સારાગોઇ અને રાહુલ શર્મા પ્રોડ્યુસ કરશે નિર્દેશનની જવાબદારી દિલીપ ગુલાટી સંભાળશે બાયોપિકને લઇ કહેવામાં આવ્યું છે કે સુશાંતની ભૂમિકા અભિનેતા જુબૈર ખાન નિભાવશે જયારે રિયા ચક્રવર્તીની ભૂમિકા શ્રેયા શુકલા અદા કરશે જે પહેલા અનેક વેબ સીરીજમાં કામ કરી ચુકી છે પરંતુ હવે સુશાંતની આ બાયોપિક પર સંકટના વાદળો છવાયા છે.