દિલ્હીમાં લોકડાઉન લાગતા ફરીથી પલાયન,સંક્રમણ છતાં આનંદ વિહાર બસ સ્ટેન્ડમા ભારે ભીડ
નવીદિલ્હી: કોરોના સંક્રમણને કાબુ કરવા માટે દિલ્હીમાં આગામી સોમવાર સવાર સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે દિલ્હીથી એકવાર ફરી લોકોનંું પલાયન શરૂ થઇ ગયું ચે લોકડાઉનની જાહેરાત બાદ તરત બાદ પ્રવાસી મજુરોએ પાટનગરથી ફરી બોરિયા બિસ્તર સમેટી પોતાના ઘરો તરફ પલાયન શરૂ કરી દીઘુ છે.આનંદ વિહાર બસ ટર્નિમલ પર હજારો લોકો એકત્રિત થઇ ગયા હતાં દરેક કોઇ તાકિદે બસ લઇ પોતાના ઘરે પહોંચવા માંગતા હતાં બસમાં બેસવાને લઇને પણ કેટલાક સ્થળોએ તો મારપીટ પણ થઇ હતી.ગત વર્ષ પણ લોકડાઉન બાદ દિલ્હીથી મજુરોએ આ રીતનું પલાયન કર્યું હતું તે સમયે ટ્રેન અને બસ બંધ થવાના કારણે લાખો પ્રવાસી મજુર પગપાળા જ પોતાના ગામ તરફ નિકળી ગયા હતાં ભુખ્યા તરસ્યા મજુરોએ હજારો કિલોમીટરનું અંતર નક્કી કર્યું હતું તો અનેક રસ્તામાં જ દુર્ઘટનાનો શિકાર બન્યા હતાં
શહેરોને છોડી ચાલ્યા ગયેલા મજુરો લોકડાઉન બાદ બીજીવાર રોજગારની શોધમાં શહેરોમાં પાછા ફરવા મજબુર થયા હતાં પરંતુ એકવાર ફરી લોકડાઉનની જાહેરાતથી ગત વર્ષની જેમ પલાયન શરૂ થઇ ગયું છે.મુખ્યમંત્રીએ જાહેરાત કરવાની સાથે જ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી લોકો માર્ગો ઉપર આવીને ખરીદી કરવા માટે ઉમટી પડયા હતાં. દિલ્હીમાં કરિયાણાની દુકાનો મોલ બજારોમાં એક સાથે લોકો ખરીદી કરવા માટે ઉમટી પડયા હતાં જેને કારણે કોરોના ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થયો હતો. આ ઉપરાંત દારૂની દુકાનોમાં પણ લોકો લાઇનો લગાવીને જાેવા મળ્યા હતાં અને ખુદ પ્રમાણમાં દારૂની ખરીદી કરી હતી.જેને કારણે દારૂનું વેચાણ ખુબ વધી ગયું હતું અને દુકાનમાં દારૂ ખલાશ થઇ ગયું હતું કેટલાક દુકાનોમાં તો બોર્ડ લગાવવામાં આવ્યા હતાં કે દારૂનો સ્ટોક ખલાશ થઇ ગયો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાટનગરમાં એક અઠવાડીયાના લોકડાઉનની જાહેરાત કરતા પ્રવાસી લોકોને દિલ્હી ન છોડવાની અપીલ કરી અને કહ્યું હું હું છું પરંતુ ત્યારબાદ પણ અહીં આનંદ વિહાર આઇએસબીટી પર હજારો લોકોને પોતાના ઘરે રવાના થવા માટે બસ મેળવવાનો પ્રયાસ કરતા જાેવા મળ્યા હતાં. પોલીસ અધિકારીઓએ કહ્યું કે આંદ વિહાર પર આઇએસબીટી અને રેલવે સ્ટેશન પર હજારો લોકો પહોંચી ગયા અને આ સંખ્યા વધતી જઇ રહી છે આજે સવારે પોલીસ અધિકારીઓ લોકોને સમજાવવા માટે બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતાં અને લોકોને પાછા ફરવા માટે સમજાવી રહ્યાં હતા જાે કે પ્રવાસી મજુરોને આશંકા છે કે દિલ્હીમાં રોજના કોરોના વાયરસનો પ્રકોપ વધતો જાય છે આવામાં લોકડાઉન વધી શકે છે આથી તેઓ હવે અહીં રહેવા માંગતા નથી
દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પત્ની સુનીતા કેજરીવાલની કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ખુદને હોમ કવારંટાઇન કરી લીધા છે.તેમની પત્ની પણ હોમ આઇસોલેશનમાં છે. કેજરીવાલે સવારે ટ્વીટ કરી કહ્યું કે દિલ્હીમાં આજથી લોકડાઉન શરૂ થઇ ચુકયુ છે આ નિર્ણય તમારા આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં લઇને લેવામાં આવ્યો છે. મહેરબાની કરી તેમાં સરકારનો સાથ આપો અને તમારા ઘરમાં જ રહ્યો અને સંક્રમણથી બચીને રહો
દિલ્હીમાં કોરોના વાયરસના મામલામાં ભારે વધારો જારી છે અને ૨૩,૦૦૦થી વધુ નવા મામલા સામે આવ્યા છે અને ૨૪૦ વધુ દર્દીઓના મોત નિપજયા છે. જયારે સક્રિય કેસોની સંખ્યા ૭૬,૦૦૦ને પાર પહોંચી ગઇ છે. રાજયમાં સંક્રમિતોની સંખ્યા ૮,૭૭,૧૪૬ પહોંચી ગઇ છે. જયારે મૃત્યુ આંક વધીને ૧૨,૧૨૧ પર પહોંચી ગઇ છે. રાજધાનીમાં મૃત્યુ દર માત્ર ૧.૪૧ ટકા રહી ગયો છે.મૃતકોના મામલામાં દેશભરમાં દિલ્હી ચોથા સ્થા પર છે રાજધાનીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૦,૬૯૬ નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં આ સાથે જ અત્યાર સુધી તપાસ સંખ્યા વધી ૨.૬૧ કરોડને પાર પહોંચી ગઇ છે. પ્રત્યેક ૧૦ વસ્તી પર તપાસની સરેરાશન ૮,૫૮,૮૭૯ છે. આ વચ્ચે રાજધાનીમાં કંટેનમેંટ જાેનની સંખ્યા વધી ૧૫,૦૩૯ પહોંચી ગઇ છે.