Western Times News

Gujarati News

યુપીમાં માસ્ક નહીં પહેરનારને દંડ સાથે તેનો ફોટો પણ જાહેર કરાશે

Files Photo

લખનૌ: ભારતભરમાં કોરોનાની બીજી લહેરે આતંક ફેલાવ્યો છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના વાઈરસ ના કેસ અને તેનાથી થતા મોતના આંકડામાં મસ મોટો વધારો જાેવા મળી રહ્યોછે. તેમાં ઉત્તર પ્રદેશ પણ બાકાત નથી. યુપીમાં કોરોનાની વધતા પ્રકોપ ને ધ્યાનમાં રાખીને સરકારે બીજું કડક પગલું ભર્યું છે. માસ્ક વિનાના લોકો સામે કડક કાર્યવાહીના આદેશ જારી કરાયા છે.

જાે કોઈ યુપીમાં માસ્ક વિના બીજી વખત પકડાય છે, તો તેનો ફોટો જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે આ અંગે અધિકારીઓને સૂચનાઓ જારી કરી છે. ઉત્તર પ્રદેશમાં પહેલીવાર માસ્ક વિના પકડાયા તો એક હજારનો દંડ ફટકારવામાં આવશે. તે જ સમયે, માસ્ક બીજી વાર પકડાયા હોવા બદલ દસ હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
સીએમ યોગીએ ગૃહ વિભાગને આદેશ આપ્યો હતો કે સમગ્ર રાજ્યમાં માસ્કનો ફરજિયાત ઉપયોગ કડક રીતે લાગુ કરવામાં આવે.

પ્રથમ વખત માસ્ક વિના પકડાયેલા લોકો પર એક હજારનો દંડ અને બીજી વખત ૧૦ હજાર દંડ લાદવો જાેઇએ. આ સાથે બીજી વખત દસ હજાર દંડ ભરનારાનો ફોટો પણ જાહેર કરવો જાેઇએ.સીએમ યોગી કહે છે કે આનાથી માસ્ક પહેરેલા લોકોમાં જાગૃતિ વધશે. મુખ્યમંત્રીએ ચેપ અટકાવવા કન્ટેન્ટમેન્ટ ઝોનની જાેગવાઈઓનો કડક અમલ કરવા નિર્દેશ પણ આપ્યો છે.

બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે જે લોકો રેમડેસિવિર જેવી દવાઓના બ્લેક માર્કેટિંગ કરી રહ્યા છે, તેઓ પર પ્રતિબંધ મૂકવો જાેઈએ. આ સાથે, રેમડેસિવિર સહિતની દવાઓની કોઈ અછત નથી અને તમામ જિલ્લાઓમાં તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત થવી જાેઈએ. યુપીમાં રેમડેસિવિર ના ૨૦ હજારથી ૩૦ હજાર વાયલ મળી ચુક્યા છે. ઉત્તર પ્રદેશમાં ઓક્સિજનના ઉત્પાદનમાં સહકાર આપતા તમામ ઔદ્યોગિક એકમોનો સંપર્ક કરીને ઓક્સિજન સપ્લાય પુરતો થવો જાેઈએ. આમાં, એમએસએમઇ મંત્રી, એસીએસ એમએસએમઇ મોનિટરિંગ કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.