જંબુસર તાલુકાના કલક ગામે તિલકેશ્વેર મહાદેવ ખાતે વ્યતિપાતનો મેળો ભરાયો
(પ્રતિનિધિ) ભરૂચ, શ્રાવણ માસ ના પવિત્ર દિવસો માં ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકા ના સ્તંભેશ્વર મહાદેવ,દેવજગન સહીત કલક ગામે મેળા ભરાય છે.ભક્તો દર્શન પૂજન નો લાભ લઈ ધન્યતા અનુભવે છે.વ્યતિપાત ના દિને કલક ગામે આવેલ તિલકેશ્વેર મહાદેવ ખાતે મેળો ભરાયો હતો. જેનો જંબુસર તાલુકા ની જનતાએ દર્શન અને પૂજન નો લાભ લીધો હતો.
જંબુસર તાલુકો એડમ્બા વન તરીકે પુરાણકાળ થી ઓળખાય છે.તાલુકા માં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે.શ્રાવણ માસ એટલે ભોળાનાથ ને રીઝવવાનો માસ.ભોળાનાથ ની ભક્તિ શ્રાવણ માસ માં અધિક કરવામાં આવે છે. શિવભક્તો શિવજી ને પ્રસન્ન કરવા શિવમાનસ ઓઉજા,પાંચપ્રહર પૂજા, મહામૃત્યુંજય જાપ ના અનુષ્ઠાન કરે છે. શિવજી ને પ્રિય બીલીપત્ર,કાળા તલ, ધંતૂરા ના પુષ્પ, જળ, દૂધ થી અભિષેક કરવામાં આવે છે.
જંબુસર તાલુકા ના કલક ગામે તલકેશ્વર મહાદેવ નું પ્રાગટ્ય વડીલ જાણકારો ના મત મુજબ ઈ.સ પૂર્વે ૧૨૪૬ માં થયેલું જેને આશરે ૮૦૦ વર્ષ થાય છે.શ્રાવણ વદ ૧૩ ને ગુરુપુષ્પામૃત યોગ તેમજ પ્રાગટ્ય વખતે જ ગગન ભેદી અવાજ પણ ત્રણ કડાકા સાથે થયેલો અને ભગવાન સ્વયં અહીંયા શિવબાણ સ્વરૂપે પ્રગટ્યા અને ભગવાન શિવે તલકેશ્વર નામ રાખ્યું।શ્રાવણ વદ ૧૩ ને વ્યતિપાત યોગ બને છે ત્યારે તલ ના દાણા જેટલો શિવલિંગ માં વધારો થાય છે અને આ ક્રમ ચાલ્યા કરે છે.તલકેશ્વર મહાદેવ ના દર્શન કરવાથી ભવોભવ ના પાપ ધોવાઈ જાય છે.તેમજ રુદ્રાભિષેક કરવાથી જન્મો જન્મ ના પાપ ધોવાઈ તથા માનવાંછીત ફળ પ્રાપ્ત થાય છે.વ્યતિપાત ના દિવસે કિલ્ક ગામે મેળો ભરાય છે.ભોળાનાથ ના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.તલકેશ્વર મહાદેવ ના નામ પરથી તલક નામ પડેલ જેને વર્ષો ગયા બાદ કલક નામે આજે ઓળખાય છે.કલક ગામે યોજાયેલ મેળા માં જંબુસર તાલુકા ની જનતા એ દર્શન પૂજન નો લાભ લીધો હતો.*