પાલનપુરમાંથી ચડ્ડી બનીયાન ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
પાલનપુર: બનાસકાંઠા સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના છ જિલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી દાહોદની ચડ્ડી બનીયાનધારી ગેંગના ત્રણ સાગરીતોને ચોરીના રૃ.૬.૧૭ લાખના મુદ્દામાલ સાથે પાલનપુર એલસીબી પોલીસની ટીમે દબોચી લીધા છે. આ ત્રણ તસ્કરો તેમના અન્ય પાંચ સાગરીતો સાથે મળીને શનિ રવિની રજાના દિવસે બંધ મકાનોમાં ચોરી કરતા હતા અને તેમને અત્યાર સુધીમાં બનાસકાંઠામાં ૫૦ સહિત ૮૬ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરતા તેમને હવાલત ને હવાલે કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચની ટિમ પાલનપુરના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન શંકાસ્પદ હાલતમાં ફરતા ત્રણ ઈસમોને ઝડપી પાડી તેમની કડક પૂછતાછ કરવામાં આવતા આ ત્રણ ઈસમો ઓ પૈકી બે દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના વડવા ગામના રાકેશ બચુભાઇ મોહનીયા અને બાલુ મથુર ભાઈ માવી તેમજ અન્ય એક દાહોદનો દિલીપ મણીભાઈ સોની હોવાનું જણાવ્યું હતું અને તેઓ અન્ય પાંચ સાગરીતો સાથે મળીને બનાસકાંઠામાં ૫૦ તેમજ , મહેસાણા , સાબરકાંઠા , અરવલ્લી , આણંદ અને ગાંધીનગર જિલ્લામાં જુદીજુદી જગ્યાએ ૮૬ ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસે રહેલા રૃ.૬ , ૧૭ , ૪૪૮ની કિંમતનું ચોરી કરેલ ૧૬૦ ગ્રામ સોનુ અને ૩ , ૫૦૦ ગ્રામ ચાંદી કબ્જે કરવામા આવી હતી.
જાેકે આ ચોર ટોળકી રાત્રીના ચડ્ડી બનીયાનનો વેશ ધારણ કરી શનિ તેમજ રવિવારની રાત્રે બંધ મકાનમાં ચોરી કરતી હતી અને કોઈ પ્રતિકાર કરે તો છુટ્ટા પથ્થર મારી ભાગી છુટતી હતી. જાેકે બનાસકાંઠા જિલ્લામાં ચોરી કરવાની ફિરાકમાં ફરતા દાહોદની ચડ્ડી બનીયાન ગેંગના ત્રણ સાગરીતો પોલીસના હાથે ઝડપાઇ જતા ૮૬ ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલાયો છે.
દાહોદ ની ચડ્ડી બનીયાન ધારી ગેંગે બનાસકાંઠામાં ૫૦, મહેસાણમાં ૧૮, સાબરકાંઠામાં ૬,આણંદમાં ૯, અરવલ્લીમાં ૨ અને ગાંધીનગરમાં ૧ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે.પાલનપુરમાં એલસીબી પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ ચોર પાસેથી રૃ.૬,૧૭,૪૪૮ લાખની કિંમતનું ચોરી કરેલ ૧૬૦ ગ્રામ સોનુ અને ૩૫૦૦ ગ્રામ ચાંદી મળી આવતા આ ચોરીનો મુદ્દામાલ કબ્જે કરાવવામાં આવ્યો છે.ચડ્ડી બનીયાન ધારી ગેંગના સભ્યો ખાસ કરીને શનિવાર અને રવિવારની રજાએ બંધ મકાનમાં ઘરફોડ ચોરીને અંજામ આપવાનું પસંદ કરતાં તેનો ચડ્ડી-બનિયાનનો વેશ ધારણ કરી અને રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરતા જ્યારે પકડાય જાય ત્યારે પથ્થરમારો કરી ભાગી છૂટતા હતા.
પકડાયેલા આરોપીમાં ૧.રાકેશ બચુભાઇ મોહનીયા રહે.વડવા તા.ગરબડા જી.દાહોદ ૨.બાલુભાઈ મથુરભાઈ માવી રહે.વડવા તા.ગરબડા જી.દાહોદ ૩.દિલીપ મણીભાઈ સોની રહે.દાહોદનો સમાવેશ થાય છે જયારે પકડવાના બાકી આરોપીઓમાં ૧.દિનેશ માનસિંગ બારીયા ૨.સુનિલ જાેરસિંગ બારીયા ૩.મનોજ ઉર્ફે મુન્ના જાેરસિંગ બારીયા ૪.મુકેશ મથુરભાઈ માવી ૫.અલકેશ મેઘજી મોહનીયા તમામ રહે.રહે.વડવા તા.ગરબડા જી.દાહોદ છે