રાંચીમાં મૃતકના પરિવારને બે દિ’ બાદ મૃતદેહ સોંપ્યો
રાંચી: કોરોનાના કહેરે હવે માઝા મુકી છે અને મેડિકલ સુવિધાઓ પરનુ ભારણ અસહ્ય બની ગયુ છે.હોસ્પિટલોમાં અંધાધૂધીની સ્થિતિ પ્રવર્તી રહી છે.
રાંચીની સૌથી મોટી સરકારી હોસ્પિટલ રીમ્સમાં માનવતા પણ શરમાય તેવો કિસ્સો બન્યો છે. અહીંયા એક કોરોના પેશન્ટનુ મોત થયુ હતુ. જાેકે પરિવારે પોતાના સ્વજનનો મૃતદેહ લેવા માટે બે દિવસ રાહ જાેવી પડી હતી. ૭૨ વર્ષના સાધુ ચરણ ઠાકુરને કોરોના થયા બાદ ૧૫ એપ્રિલે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
એ પછી મીડિયા રિપોર્ટસ પ્રમાણે તેમના જમાઈએ કહ્યુ હતુ કે, ૧૬ એપ્રિલે મારા સસરાનુ મોત થયુ હતુ. જાેકે પરિવારજનોનો આરોપ છે કે, અમને મૃતદેહ બે દિવસ પછી મળ્યો હતો.
અમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખવડાવવામાં આવ્યા હતા. એ પછી એક તબક્કે તો હોસ્પિટલોએ કહી દીધુ હતુ કે, અમને ડેડબોડી મળી રહી નથી.
આખરે ભારે વિનવણીઓ કરવામાં આવ્યા બાદ માંડ માંડ અંતિમ સંસ્કાર માટે તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.