નાના દીકરાને ફોટોગ્રાફર્સ અને મીડિયાથી દૂર રાખશે!
મુંબઈ: સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો મોટો દીકરો તૈમૂર અલી ખાન ફેન્સ અને પાપારાઝીમાં કેટલો ફેમસ છે તે આપણે સૌ જાણીએ છીએ. તૈમૂરની એક ઝલક કેમેરામાં કેદ કરવા માટે ફોટોગ્રાફર્સ આતુર હોય છે. નોંધનીય છે કે કરીના કપૂરે તાજેતરમાં જ બીજા બાળકને જન્મ આપ્યો છે અને તૈમૂરના આ નાના ભાઈની એક ઝલકની પણ ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.
સૈફ, કરીના અથવા પરિવારના અન્ય કોઈ પણ સભ્યએ હજી સુધી નવા મહેમાનનો ફોટો શેર નથી કર્યો. તાજેતરમાં કરીનાએ તૈમૂર અને સૈફ સાથે નાના દીકરાનો ફોટો શેર કર્યો હતો, પરંતુ સુનિશ્ચિત કર્યુ હતું કે તેનો ચહેરો દેખાય નહીં. તેણે છોટે નવાબના ચહેરા પર એક ઈમોજી મુકી દીધુ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈફ અને કરીના પોતાના નાના દીકરાને મીડિયા અને ફોટોગ્રાફર્સની નજરોથી દૂર રાખવા માંગે છે. આજ સુધી તૈમૂર પેપરાઝીનો ફેવરિટ સ્ટાર કિડ છે,
પરંતુ સૈફ અને કરીના નથી ઈચ્છતા કે તેમનું બાળક હેડલાઈન્સમાં આવે. સૂત્રના જણાવ્યા અનુસાર, સૈફ અને કરીના પોતાના નાના દીકરાને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માંગે છે. પ્રાઈવસીને કારણે તેમણે આ ર્નિણય લીધો છે. તેમણે તૈમૂરને બહાર લાવવાનો ર્નિણય લીધો હતો અને ફોટોગ્રાફર્સને ફોટો ક્લિક કરવાની પરવાનગી પણ આપી હતી, પરંતુ થોડા સમય પછી તૈમૂર પેપરાઝી જાેઈને અહીં તહીં ભાગવા લાગતો હતો. બાળકોના સ્વાસ્થ્ય માટે આ સારી વાત નથી. કદાચ સૈફ અને કરીના આ ભૂલનું ફરીવાર પુનરાવર્તન કરવા નથી માંગતા.