Western Times News

Gujarati News

કાજાેલ દીકરી ન્યાસા ૧૮ વર્ષની થતાં ઈમોશનલ થઈ

મુંબઈ: બોલિવુડ કપલ અજય દેવગણ અને કાજાેલની દીકરી ન્યાસા આજે (૨૦ એપ્રિલ) પોતાનો ૧૮મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. અજય દેવગણ અને કાજાેલે સોશિયલ મીડિયા પર પોતાના લાડકી સાથેની તસવીર શેર કરીને તેને બર્થ ડે વિશ કર્યું છે. અજય દેવગણને દીકરી સાથેની એક તસવીર શેર કરી છે, જ્યારે કાજાેલે ન્યાસાના જન્મ બાદની તસવીર શેર કરીને એક કિસ્સો જણાવ્યો છે.

અજય દેવગણે ન્યાસાને વિશ કરતાં લખ્યું છે કે, હેપી બર્થ ડે વ્હાલી ન્યાસા. આવા મુશ્કેલીના સમયમાં આવી નાની ખુશી બધો તણાવ દૂર કરે છે. આ સિવાય તે તમામ માટે પ્રાર્થના કરું છું જેમને હાલ જરૂર છે. તો કાજાેલે ન્યાસા નાની હતી તે સમયની તસવીર શેર કરી છે. જેમાં કાજાેલ કેમેરા સામે જાેઈને પોઝ આપી રહી છે જ્યારે ગોલુ મોલુ ન્યાસાનું ધ્યાન બીજે ક્યાંક છે.

આ સાથે એક્ટ્રેસે લખ્યું છે કે, ‘જ્યારે તું જન્મી ત્યારે હું ખૂબ નર્વસ હતી. તે મારા જીવનની સૌથી મોટી પરીક્ષા હતી અને મારી અંદર તે તમામ ડર અને ભાવનાઓ હતી, જે ઓછામાં ઓછી એક વર્ષ સુધી રહી હતી. પછી તું ૧૦ વર્ષની થઈ અને મેં મહેસૂસ કર્યું કે, કેટલાક સમય માટે હું શિક્ષક હતી, પરંતુ મોટાભાગના સમયમાં હું વિદ્યાર્થી હતી. નવી-નવી વસ્તુઓ શીખી રહી હતી, આજના દિવસે હું તેમ કહી શકું છું કે, હું સારી રીતે પાસ થઈ ગઈ છું. તું બિલકુલ એવી જ છે, જેવી એક સ્ત્રીએ હોવું જાેઈએ. આકાશમાં ઉડતી રહે અને કોઈના માટે ચમકવાનું બંધ ન કરતી. હું હંમેશા તારી સાથે છું. હેપી એડલ્ટહૂડ. તારી પાસે સાધન છે,

જેનો સારા માટે ઉપયોગ કરજે. અજય દેવગણે અગાઉ એક ઈન્ટરવ્યૂમાં તેની દીકરીની સરખામણી મા સાથે કરી હતી. તેણે કહ્યું હતું કે, કંઈક ખોટુ કરવા પર તેને ઠપકો સાંભળવો પડે છે અને કંઈક સારું કરે તો પ્રશંસા પણ મળે છે. તેણે જણાવ્યું હતું કે, ટેકનોલોજી અને નવા-નવા ગેજેટનો ઉપયોગ કરવાનું તે તેની દીકરી પાસેથી શીખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.