કોરોનાના કારણે બાંગ્લાદેશે ૨૮ એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યુ
ઢાકા: કોરોનાના લીધે સમગ્ર વિશ્વ હચમચી ગયું છે.કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ખુબ ખતરનાક સાબિત થઇ રહી છે. બાંગ્લાદેશની હાલત પણ કોરોનાના લીધે સારી નથી એટલે એક સપ્તાહ માટે લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.
બાંગ્લાદેશમાં કોરોનાના લીધે એક અઠવાડિયા માટે લોકડાઉન વધારી દીધું છે. બાંગ્લાદેશ પ્રશાસને લોકડાઉન કડક રીતે અમલી બનાવવામાં આવશે.બાંગ્લાદેશની સ્થાનિય સરકારે લોકડાઉન અંગે એક વિસ્તૃત ચર્ચા કરીને લોકડાઉન અંગે ર્નિણય લીધો હતો.
બાંગ્લાદેશની રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર કમિટીએ કોરોના સંક્રમણ અને કોરોનાથી મૃત્યુદરને ધ્યાનમાં લઇને લોકડાઉનની સલાહ આપી હતી. આ રિપોર્ટના આધારે બાંગ્લાદેશે લોકડાઉન એક એઠવાડિયા સુધી વધારી દીધું છે. જયારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે બાંગ્લાદેશમાં ૯૧ લોકોના કોરોનાથી મોત થઇ ગઇ છે. જયારે ૪૫૫૯ નવા કેસો નોંધાયા છે.દેશમાં ૧૦૫૮૮ લોકો અત્યાર સુધી મોતને ભેટ્યા છે. સામાજિક,ધાર્મિક અને લગ્ન કાર્યક્રમો પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.