કોરોનાને કારણે હવે જાપાની વડાપ્રધાનનો ભારત પ્રવાસ રદ
નવીદિલ્હી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસન બાદ હવે જાપાની વડાપ્રધાન યોશીહિદે સુગાએ પણ પોતાનો ભારત પ્રવાસ રદ કરી દીધો છે.
જાપાની મીડિયાના અહેવાલો અનુસાર દેશમાં વધતા કોરોનાના મામલાને જાેતા વડાપ્રધાન યોશીહિદે સુગાએ પોતાનો પ્રવાસ રદ કર્યો છે. ભારત ઉપરાંત તેમણે પોતાનો ફિલીપીંસનો પ્રવાસ પણ સ્થગિત કરી દીધો છે.
એ યાદ રહે કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસને પણ પોતાનો ભારત પ્રવાસ રદ કર્યો હતો જાેનસનને ભારતમાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી પોતાનો એક દિવસનો ભારત પ્રવાસ રદ કર્યો છે. બ્રિટનના વડાપ્રધાન ભારતનો પ્રવાસ બીજીવાર સ્થગિત કર્યો છે આ પહેલા તેઓ ૨૬મી જાન્યુઆરીએ મુખ્ય અતિથિ તરીકે ભારત આવવાના હતાં પરંતુ તે સમયે પણ કોરોનાને કારણે તેણણે ભારતનો પ્રવાસ રદ કર્યો હતો.
જાપાનમાં પણ કોરોના વાયરસના એકવાર ફરી તેજીથી કેસો વધી રહ્યાં છે ચિંતાની વાત એ છે કે ત્યાં વાયરસના અલગ અલગ વેરિએટ્સ જણાઇ આવ્યા છે જાપાનમાં કોરોના એક જ દિવસમાં કુલ ૪ હજાર નવા મામલા નોંધાયા છે