Western Times News

Gujarati News

રાત્રિ જાગરણ કરી મધ્ય રાત્રિએ સમરસ હોસ્ટેલ કોવિડ હોસ્પિટલમાં ચાલુ કર્યા 5 વેન્ટિલેટર અને 25 બેડ નું આઇસીયુ….

પ્રતિકાત્મક

કોવિડ કટોકટી ને પહોંચી વળવા અને દર્દીઓને શક્ય હોય તેટલી ઉમદા સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવા,સારવારની સુવિધાઓ ને વિસ્તારવા રાજ્ય સરકારના સાધન સુવિધા પીઠબળ થી, નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ તેમજ સ્થાનિક લોક પ્રતિનિધિઓની પ્રેરણા,તેમજ ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ ની પ્રેરણા અને પ્રોત્સાહન થી ટીમ વડોદરા છેલ્લા ઘણા સપ્તાહો થી અખંડ પરિશ્રમ કરી રહી છે.

તેની એક કડીના રૂપમાં ગઇકાલે સમરસ હોસ્ટેલ કોવિડ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર અને આઇસીયુ કાર્યરત કરવા લગભગ સતત 24 કલાકની અવિરત મહેનત કરવામાં આવી હતી. તેના ઘટના ક્રમ ની ખાસ ફરજ પરના અધિકારીએ આપેલી વિગતો પ્રમાણે મોડી રાત્રે લગભગ 1 વાગે સમરસ હોસ્ટેલ કોવિડ હોસ્પિટલમાં 5 વેન્ટિલેટર સહિત 25 બેડનું આઇસીયુ સંચાલિત કરી દેવાયું હતું.

જ્યારે રાત્રિના 3 વાગે આ સુવિધા ખાતે એક જરૂરિયાતમંદ દર્દીને બાય પેપની ઓકસીજન સારવાર પર મૂકવામ આવ્યા હતા. આજ સાંજ સુધીમાં અહીં વધુ 100 આઇસીયુ બેડ તૈયાર કરી દેવા તંત્ર યુદ્ધના ધોરણે કાર્યરત છે. ખાસ ફરજ પરના અધિકારીએ જણાવ્યું કે સાંજ સુધીમાં વધુ 15 વેન્ટિલેટર મળી જવાની અપેક્ષા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.