સુપ્રીમ કોર્ટ ૨૨ એપ્રિલથી આગલા આદેશ સુધી બંધ રહેશે
નવીદિલ્હી: કોરોના મહામારીના કારણે દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ કામકાજ બંધ કરી દેવામાં આવ્યુ છે. વાસ્તવમાં ૨૨ એપ્રિલથી સુપ્રીમ કોર્ટમાં માત્ર બહુ જરૂરી કેસની સુનાવણી થશે.રાજધાની દિલ્લીમાં વધતા સંક્રમણના કારણે સુપ્રીમ કોર્ટને આગલા આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. જાે કે કોર્ટમાં માત્ર બહુ જ જરૂરી કેસ જ સાંભળવામાં આવશે. આ અંગે એક નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. રજિસ્ટ્રાર અને ચેમ્બર્સ કેસોની નહિ થાય સુનાવણી
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીના ઘણા લોકો કોરોના સંક્રમિત થવાના કારણે રજિસ્ટ્રાર કોર્ટ અને ચેમ્બર્સ કેસોને પણ સુનાવણી માટે લેવામાં આવશે નહિ.
આદેશ મુજબ રેગ્યુલર કોર્ટ અને રજિસ્ટ્રાર કોર્ટ ગુરુવારથી નહિ બેસે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટના ઘણા કર્મચારી કોરોના સંક્રમિત થયા હતા.રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટના ૪૦થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. કયા પ્રકારના કેસોની થશે સુનાવણી? તમને જણાવી દઈએ કે આ આદેશ બાદ સુપ્રીમ કોર્ટમાં માત્ર એવા કેસોની સુનાવણી કરવામાં આવશે જેમાં કોઈ દોષીને મોતની સજા મળી હોય.
કોઈ સંપત્તિને નુકશાન પહોંચાડતા કેસ, આગોતરા જામી કે જામીન અંગેના કેસ, ચૂંટણી અંગેના કેસ, સરકારી કૉન્ટ્રાક્ટ્સ સાથે જાેડાયેલા કેસ, કેસને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરવાના કેસ, હરાજી સાથે જાેડાયેલા કેસની સુનાવણી જ સુપ્રીમ કોર્ટમાં થશે. આ ઉપરાંત જાે રજિસ્ટ્રાર કોઈ કેસને અર્જન્ટ સુનાવણી માટે સૂચિબદ્ધ કરે તો કોર્ટ તેના પર પણ સુનાવણી કરી શકે છે.