Western Times News

Gujarati News

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ધોનીસેનાનો રોમાંચક વિજય

મુંબઈ: ફાફ ડુપ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડની તોફાની બેટિંગ બાદ દીપક ચહર અને લુંગી નગિડીની ઘાતક બોલિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બુધવારે રમાયેલી મેચમાં ૧૮ રને વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-૧૪માં બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતાએ ચેન્નઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

ચેન્નઈએ નિર્ધારીત ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૨૦ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેમાં ડુપ્લેસિસે અણનમ ૯૫ રનની ઈનિંગ્સ રમી હતી. જેના જવાબમાં કોલકાતાની ટીમે કંગાળ શરૂઆત બાદ વળતો પ્રહાર કર્યો હતો પરંતુ તે ૧૯.૧ ઓવરમાં ૨૦૨ રનમાં આઉટ થઈ ગઈ હતી. જેમાં પેટ કમિન્સ અને આન્દ્રે રસેલે તોફાની બેટિંગ કરી હતી. ચેન્નઈ માટે દીપક ચહરે ચાર તથા નગિડીએ ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. ૨૨૧ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની શરૂઆત અત્યંત કંગાળ રહી હતી. ટીમે ૩૧ રનમાં પોતાની અડધી ટીમ ગુમાવી દીધી હતી.

ટોચના પાંચ બેટ્‌સમેન બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યા ન હતા. ઓપનર નીતિશ રાણા ૯ રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે શુભમન ગિલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. રાહુલ ત્રિપાઠી આઠ, કેપ્ટન ઈયોન મોર્ગન સાત તથા સુનીલ નૈરન ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. કોલકાતાએ ૩૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધા બાદ ચેન્નઈ સુપર કિંગ્સ આસાનીથી જીતી જશે તેવું લાગી રહ્યું હતું. ત્યારે દિનેશ કાર્તિક અને આન્દ્રે રસેલે બાજી સંભાળી હતી અને ચેન્નઈ સામે વળતો પ્રહાર કર્યો હતો.

આ જાેડીએ ૮૧ રનની ભાગીદારી નોંધાવી હતી. બંનેએ તોફાની બેટિંગ કરીને સ્કોરબોર્ડને ઝડપથી ફરતું કર્યું હતું. કાર્તિક ૨૪ બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૪૦ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે રસેલે ૨૨ બોલમાં ૫૪ રન ફટકાર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.