Western Times News

Gujarati News

ઉતાવળમાં એક્ટર રાજ સિંહ અરોરાને USA જવું પડ્યું

મુંબઈ: ટીવી શો રિમિક્સ ફેમ એક્ટર રાજ સિંહ અરોરા હાલ પોતાના પરિવાર સાથે યુએસના વર્જિનિયામાં રહે છે. રાજે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે, તેને ઉતાવળમાં ઘરે બોલાવી લેવામાં આવ્યો હતો અને ફ્લાઈટમાં બેસતા પહેલા જરૂરી એવો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં એક્સ-ગર્લફ્રેન્ડ પૂજા ગોરે મદદ કરી હતી. રાજ પોતાના મુંબઈ સ્થિત ઘરે લાંબા સમયથી એકલો રહે છે અને અત્યાર સુધી તે અહીં જ રહેતો હતો. રાજના કહેવા અનુસાર તેના પપ્પાના દબાણને વશ થઈને તેને યુએસ જવું પડ્યું.

રાજે ત્રણ તસવીરો શેર કરીને મુંબઈથી વર્જિનિયા જવાનો આખો ઘટનાક્રમ શેર કર્યો છે અને સાથે જ પૂજા ગોરનો પણ આભાર માન્યો છે. રાજે લખ્યું, પહેલી તસવીર- ૭ એપ્રિલે મારા પપ્પાએ મને ફોન કર્યો અને કહ્યું કે, ફ્લાઈટમાં બેસ અને મુંબઈ આવી જા. મેં તેમને કહ્યું કે હું અહીં મુંબઈમાં બરાબર છું. હું અહીં સુરક્ષિત છું અને આ સ્થિતિનો સામનો પહેલા પણ કરેલો છે.

લોકડાઉન જાહેર થયું તેના બે અઠવાડિયા પહેલા જ હું જાતે આઈસોલેટ થઈ ગયો હતો કારણકે મને ખબર હતી કે આ સ્થિતિ થવાની છે. મેં એરપોર્ટ પર જાેયું કે તેઓ સુરક્ષાના નિયમોનું પાલન નથી કરતા. જાે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ પાલન નહીં થતું હોય તો વિનાશ દૂર નથી. માટે જ મેં આઈસોલેશનમાં રહેવાનું અને આગામી દિવસોની તૈયારી કરવાનું શરૂ કરી દીધું હતું.

પરંતુ આઈજી (રાજના પિતા)એ મારા માટે ૧૪મીની સવારની ટિકિટ બુક કરાવી દીધી હતી. ૭૨ કલાક પહેલા હું આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શક્યો એ પણ પૂજા ગોરના કારણે. જાે તેણે મને મદદ ના કરી હોત તો હું બોમ્બેની બહાર ના જઈ શક્યો હોત. રાજે આગળ જણાવ્યું કે, તે એક કલાક વહેલો ડલેસ પહોંચી ગયો હતો. ત્યાંથી તેની બહેને તેને પપ્પાને મળવા લઈ ગઈ.

જે બાદ તેના પિતાએ રાજને ડૉક્ટર પાસે મોકલ્યો હતો. રાજે અમેરિકા પહોંચ્યાના એક કલાક બાદ જ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. તેણે જણાવ્યું કે, ૧૪ એપ્રિલે ફાઈઝરની રસીનો પહેલો ડોઝ લીધો છે અને બીજાે ડોઝ ૫ મે ૨૦૨૧ના રોજ લેવાનો છે. રાજે એમ પણ જણાવ્યું કે મેડિકલ કારણોસર તેને ફાઈઝરની રસીનો ડોઝ લેવાની મંજૂરી મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.