Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને ત્રણ વર્ષમાં કૂતરા રસીકરણ માટે રૂા. ૬.૫૦ કરોડ ખર્ચ કર્યા

Files Photo

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાાદ: શહેરમાં શેરી કૂતરાઓની સમસ્યાના ઉકેલ માટે તેમજ સુપ્રિમ કોર્ટ અને કેેન્દ્ર સરકારની ગાઇડલાઈન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૨૦૦૧ની સાલ થી “એનિમલ બર્થ કંટ્રોલ” કાર્યક્રમ શરૂ કર્યો હતો. યોગ્ય આયોજન અને સુપરવિઝનના અભાવે કરોડો રૂપિયાનો ખર્ચ થયા બાદ પણ રખડતા કૂતરાઓની સમસ્યા યથાવત છે. તથા સમયાંતરે આ મુદ્દો વિવાદ બનીને બહાર આવી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા ત્રણ વર્ષમાં ૭૬ હજાર કૂતરાઓના રસીકરણ કર્યા હોવાનો દાવો કર્યો છે. જેના માટે રૂપિયા ૬.૫૦ કરોડ ખર્ચો કર્યો છે.

અમદાવાાદ શહેરમાં ૨૦૦૧ની સાલમાં કૂતરા રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. મનપા દ્વારા એનિમલ હેલ્થ ફાઉન્ડેશન નામની સંસ્થાને ૨૦૦૫માં એક વર્ષ માટે ખસીકરણનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સદર સંસ્થાએ તે સમયે એક વર્ષમાં ૪૪ હજાર કૂતરાના રસીકરણ કર્યા હોવાનો દાવો કર્યો હતો. સદર સંસ્થાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ અગમ્ય કારણોસર મનપા દ્વારા નવા કોન્ટ્રાક્ટમાં વિલંબ થયો હતો. તેમજ ૨૦૦૬ થી ૨૦૦૮ દરમ્યાન બે વખત ટેન્ડર જાહેર થયા બાદ તેેને અભરાઈએ મુકવામાં આવ્યા હતા. અ.મ્યુ.કોર્પોરેશન દ્વારા અવૈજ્ઞાનિક ઢબે કૂતરા પકડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ વિદેશી મહીલા દ્વારા કરવામાં આવ્યા બાદ શહેરની આંતર રાષ્ટ્રીય સ્તરે બદનામી થઈ હતી.

તેથી તાકીદે દિલ્હી સ્થિત સરકારી કંપની સાથે કરાર કરવામાં આવ્યા હતા. તથા નવી સંસ્થાઓને ખસીકરણની કામગીરી સોપવા જાહેરાત થઈ હતી. સાથે સાથે કૂતરાઓની વસ્તી ગણતરી પણ કરવામાં આવી હતી. તે સમયે શહેરમાં બે લાાખ કૂતરા હોવાની સત્તાવાર જાહેરાત થઈ હતી. છેલ્લા દસ વર્ષમાં તંત્ર દ્વારા બે લાખ કરતા વધુ કૂતરાના રસીકરણ કરવામાં આવ્યા છે.

પરંતુ રખડતા કૂતરાઓની વસ્તી સતત વધી રહી છે. દિલ્હી સ્થિત સંસ્થાને નિયુક્તિ કરવામાં આવી તે સમયે જે દાવા થયા હતા તેની સામે કામગીરી લગભગ શૂન્ય રહી છે. તેથી તંત્રએ ૨૦૧૫માં પ્રાયોગિક ધોરણે ઝોનદીઠ કોન્ટ્રાક્ટ આપવાની શરૂઆત કરી હતી. ૨૦૧૫ થી ૨૦૧૭ ના સમયગાળા દરમ્યાન વાર્ષિક સરેરાશ ૩૦ હજાર કૂતરાના ખસીકરણ કરવામાં આવ્યા હતા.

૨૦૧૭ માં ટેન્ડર પૂર્ણ થયા બાદ એકમાત્ર “એનીમલ રાઇડ ફંડ”નામની સંસ્થાએ જ કામ માટે રસ દાખવ્યો હતો. સદર સંસ્થા દૈનિક ૩૦ થી ૪૦ કૂતરાના ખસીકરણ કરતી હતી. તત્કાલીન મ્યુનિ. કમિશ્નરે રસીકરણની સંખ્યામાં વધારો કરવા સુચના આપી હતી.

તેમછતાં કામમાં સુધારો ન થતા જુલાઈ-૨૦૧૯માં સંસ્થાને એક લાખનો દંડ કરવામાં આવ્યો હતો. તથા સપ્ટેમ્બર ૨૦૧૯માં તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જાહેર થયેલ નવા ટેન્ડરમાં આ સંસ્થાને પણ કોન્ટ્રાક્ટ આપવા માટે ભલામણ થઈ હતી. જાેકે સ્ટેન્ડીંગ કમીટીએ ફરીથી ટેન્ડર જાહેર કરવાનો નિર્ણય કર્યા છે.

મ્યુનિ. કોર્પોરેશન “એનીમલ વૅલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડીયા”ની ગાઈડલાઈન મુજબ કામ કરતી હોય તેમજ નોધણી થઈ હોય તેવી સંસ્થાઓને કામ આપવામાં આવ્યા હતાા. જેમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૭૬૦૮૪ કૂતરાઓના રસીકરણ થયા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ૨૦૧૮-૧૯માં ૧૮૨૧૯ કૂતરાના રસીકરણ માટે રૂા. ૧૩૫ કરોડ, ૨૦૧૯-૨૦ માં ૩૬૨૫૩ કૂતરાના ખસીકરણ બદર રૂા. ૩.૨૪ કરોડ તથા ૨૦૨૦-૨૧ માં ૨૧૦૫૨ કૂતરાના રસીકરણ માટે રૂ. ૧.૯૧ કરોડનો ખર્ચ થયો છે. ૨૦૨૦-૨૧માં લોકડાઉન અને કોરોનાના કારણે રસીકરણના કામમાં ઘટાડો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.