Western Times News

Gujarati News

રાજકોટની પરમ હોસ્પિ.માં ઓક્સિજન સપ્લાય ખૂટ્યો

Files Photo

રાજકોટ: રાજકોટમાં અનેક ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. દર્દીઓ ઓક્સિજન વગર વલખા મારી રહ્યાં છે. તો હોસ્પિટલના સંચાલકો પણ તંત્ર પાસે સતત ઓક્સિજનની માંગણીઓ કરી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં વધુ એક હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો હતો. રાજકોટની પરમ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પૂર્ણ થવા આવતા દર્દીઓના પરિવારજનોના શ્વાસ અધ્ધરતાલ થઈ ગયા હતા.

ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ૧૫ ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા હતા. રાજકોટની અનેક ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. આવામાં પરમ હોસ્પિટલમાં ૩૦ થી વધુ દર્દીઓ ઓક્સિજન પર છે, જ્યારે ૨ દર્દીઓની હાલત અતિ ગંભીર છે. આવામાં હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો હતો. ત્યારે પરમ હોસ્પિટલમાં ઓક્સિજનના ૧૫ સિલિન્ડર વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મોકલવા કવાયત કરી શરૂ કરાઈ હતી.

સવાર સુધીમાં ઓક્સિજનો વધુ જથ્થો મોકલવા તંત્ર કામે લાગ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પરમ હોસ્પિટલમાં ૧૫ ઓક્સિજન સિલિન્ડર પહોંચાડી દેવામાં આવ્યા છે અને સવાર સુધીમાં વધુ ઓક્સિજનનો જથ્થો પહોંચાડવામાં આવશે તેવુ જણાવાયુ હતું. રાજકોટની ખાનગી હોસ્પિટલો ઓક્સિજનની તંત્ર પાસેથી સતત માંગ કરી રહી છે. પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ મુખ્યમંત્રીને પત્ર લખી ઓક્સિજનની અછત દૂર કરવા માંગ કરી હતી. ઓક્સિજન પ્લાન્ટ પર સિલિન્ડર રિફીલિંગ ન કરી આપતા હોમ આઇસોલેટ દર્દીઓના જીવ પણ જાેખમમાં મૂકાયા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.

જાે આ ઓક્સિજન સપ્લાય વહેલીતકે મળ્યુ ન હોત તો કેટલાક દર્દીઓનો જીવ જઈ શકે એમ હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ઠેરઠેર ઓક્સિજનની અછત જાેવા મળી રહી છે. તાજેતરમાં મેટોડા ખાતે ઓક્સિજન રિફલીંગ કંપનીના કમ્પાઉન્ડનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં લોકો કહેતા જાેવા મળ્યા હતા કે, ઓક્સિજનને કારણે તેઓના સ્વજન મોતને ભેટશે. સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેની લોકો દ્વારા માંગ કરાઈ હતી. સવારે ૭ વાગ્યાથી ઓક્સિજનની બોટલ રિફલીંગ કરવા દર્દીઓના સગા લાઈનમાં ઉભા હતા તેવા દ્ર્‌શ્યો વીડિયોમાં જાેવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.