નગરસેવિકા બનેલ નર્સ કોરોના કાળમાં ફરી સેવામાં જાેતરાયા
સુરત: છેલ્લા કેટલાક દિવસથી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી મહિલા હાલમાંનગર સેવિકા તરીકે ચૂંટણી જીતીને આવ્યા છે. જાેકે હાલમાં ચાલતા કોરોના કહેર વચ્ચે પોતાની ફરજ સમજીને એક કોવીડ સેન્ટરમાં આવતા નગરના લોકોની નગર સેવક સાથે નર્સ બનીને કામ કરે છે પણ આ ફરજમાં તેમના પતિ અને ખાસ કરીને તેમની તબીબ દીકરી પણ તેમની સાથે નગરના લોકોની સેવામાં જાેડાઈને સમાજની ખરાઅર્થમાં સેવા કરી રહ્યા છે, ત્યારે આ પરિવાર સાચા અર્થમાં નગરની સેવા કરી રહ્યો છે.
હાલમાં કોરોના મહામારીમાં સતત દર્દી વધી રહ્યા છે. ત્યારે દર્દી માટે હોસ્પિટલમા બેડની અછત ઉભી થઇ છે તેવામાં શહેરમાં સેવાભાવી લોકો દ્વારા કોવીડ સેન્ટર ઉભા કરીને પોતાના ખર્ચે સારવાર કરવામાં આવે છે. ત્યારે આવા સેન્ટર પર અનેક લોકો મદદ માટે જાય છે ત્યારે સુરતની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા કૈલાસ બેન સોલંકી હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા અને નગર સેવિકા બન્યા છે. યુનિવર્સિટીમાં પરિચારિકા તરીકે ૧૩ વર્ષ થી સેવા આપતા કૈલાસબેન સોલંકી તો લોકોની મદદે આવ્યા જ છે
પરંતુ તેમની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સંચાલિત હોસ્પિટલમાં ફરજ તેમના પતિ અને તાજેતરમાં જ અભ્યાસ પૂર્ણ કરી ઇન્ટર્નશીપ કરી રહેલી તેમની દીકરી પણ માતા સાથે કોરોના દર્દીની મદદ માટે આગળ આવીને દર્દી સેવા કરી રહ્યા છે. આખા પરિવારનો એક જ સંકલ્પ છે બસ આ માહામારીમાં કોઈ સારવાર વગર મૃત્યુ ન પામે, એ માટે સતત કાર્યશીલ અને એલર્ટ બની કામ કરી રહ્યા છે. એટલું ન નહિ પણ રોજના ૧૬-૧૭ કલાક દર્દીઓને આપી એમના પરિવારના સદસ્ય બનવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હાલમાં આ આખો પરિવાર મજૂરાના ધારાસભ્ય સંઘવીએ શરૂ કરેલી કોરોના હૉસ્પિટલમાં સેવા કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નગરસેવિકા કૈલાષ બહેન સોલંકીને પોતાની ફરજમાં ઉચ્ચતમ સેવાકાર્યો કરવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે ત્યારે આજે શહેરને ખરાઅર્થમાં હૉસ્પિટલ, તબીબ, નર્સ, એમ્બ્યુલન્સ ડ્રાઇવર વોર્ડ બોય જેવા ફ્રન્ટલાઇન યોદ્ધાઓની જરૂર છે ત્યારે પોતાની ફરજને સૌથી ઉપર રાખી આ આખો પરિવાર સેવા કરી રહ્યો છે.