L&T એ કન્સ્ટ્રક્શન અને માઇનિંગ મશીનરી બિઝનેસમાં પૂર્ણ કર્યા 75 વર્ષ
– ઇનોવેશન અને પોતાની શ્રૈણીમાં સર્વોત્તમ સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉદ્યોગને ગતિ આપી, ભારતમાં 60,000 અત્યાધુનિક મશીનોની સપ્લાય કરવાના આંકડાને પાર કર્યુ
મુંબઇઃ ઇપીસી પ્રોજેક્ટ્સ, હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસમાં સંકળાયેલી ભારતની મલ્ટીનેશનલ કંપની લાર્સન એન્ડ ટુબ્રો એ પોતાના સૌથી જૂના વ્યાવસાયો પૈકીના એક કન્સ્ટ્રક્શન અને માઇનિંગ મશીનરી બિઝનેસ (સીએમબી)માં 75 વર્ષનો પ્રવાસ (પ્લેટિનમ જુલબી) પૂર્ણ કરી લીધો છે.
આ દરમિયાન કન્સ્ટ્રક્શન અને માઇનિંગ મશીનરી બિઝનેસ એ બાંધકામ અને ખાણકામ ઉદ્યોગની સાથે પોતાના 75 વર્ષના જોડાણ દરમિયાન ભારતમાં 60,000થી વધારે અત્યાધુનિક મશીનોની સપ્લાય કરી છે. આ મશીનોનો ઉપયોગ અસાધારણ ડિઝાઇન માટે કરવામાં આવે છે અને આવી રીતે કંપનીએ રાષ્ટ્રના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે.
આ પ્રસંગે નિવેદન આપતા લાર્સન એન્ડ ટુબ્રોના સીઇઓ અને એમડી શ્રીમાન એસ. એન. સુબ્રહ્મણ્યને કહ્યુ કે, ‘‘રાષ્ટ્ર નિર્માણની માટે આવશ્યક મહત્વપૂર્ણ ઉપકરણોની રજૂઆત કરવામાં એલએન્ડટી હંમેશા આગેવાન રહી છે. આ સાથે જ એન્જિનિયરિંગ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓના સ્વદેશી વિકાસમાં પણ કંપની સૌથી આગળ છે.
અમને ખુશી છે કે અમારો કન્સ્ટ્રક્શન અને માઇનિંગ મશીનરી બિઝનેસ છેલ્લા 75 વર્ષથી લેટેસ્ટ ઉપકરણો અને પ્રશંસનીય સેવાના રેકોર્ડની સાથે ખનન અને બાંધકામ ક્ષેત્રોની અત્યંત જટિલ આવશ્યક્તાઓને પૂરી કરી રહ્યો છે.’’
સીએમબી ના અત્યાર સુધી શાનદાર સફર અંગે આનંદ વ્યક્ત કરતા એલ એન્ડ ટી કન્સ્ટ્રક્શન એન્ડ માઇનિંગ મશીનરીના એક્ઝિક્યુટિવ વાઇસ- પ્રેસિડેન્ટ શ્રી અરવિંદ કે. ગર્ગનું કહેવુ છે કે, ‘‘પાછલા સાતથી વધારે દાયકાથી નિષ્ઠાવાન ગ્રાહકોની સેવા કરવી અમારી પૂર્ણ પ્રતિબદ્ધતા રહી છે.
રાષ્ટ્રના વિકાસ માટે વૈશ્વિક સ્તર પર માન્ય ટેકનોલોજી, ઇક્વિપમેન્ટ્સ અને પ્રેક્ટિસિસને અપનાવવામાં એલ એન્ડ ટી હંમેશા અગ્રણી રહી છે. કંપનીના પ્રવાસના આ મહત્વપૂર્ણ વળાંક પર, અમે પોતાના ગ્રાહકોને તેમના સહયોગ અને સંરક્ષણની માટે ધન્યવાદ કહીયે છીએ.’’
એલ એન્ડ ડી એ 1945થી પ્રાપ્ત પોતાના ઉંડા જ્ઞાન અને અનુભવનો ઉપયોગ કર્યો છે અને સ્વયં પોતાની ‘મેક ઇન ઇન્ડિયા’ રોડ મશીનરી વિકસીત કરી જેમાં વાઇબ્રેટરી કોમપેક્ટર અને વ્હીલ લોડર શામેલ હતા. સ્વદેશી ધોરણે ડિઝાઇન અને તૈયાર કરાયેલી આ મશીનો હવે માર્ગ નિર્માણ અને ધોરીમાર્ગના વિકાસને સમર્થન આપી રહી છે અને એલ એન્ડ ટીને ‘આત્મનિર્ભર ભારત’ના રાષ્ટ્રીય મીશનમાં યોગદાન આપવા સક્ષમ બનાવે છે.
કંપનીએ 1973માં પોકલેન એસએ-ફ્રાંસના સહયોગથી હાઇડ્રોલિક એક્સકેવેટર્સની શરૂઆત કરી એક મોટું પગલુ ભર્યુ. આ એક એવી ક્રાંતિકારી અને અગ્રણી પહેલ હતી, જેની માટે અર્થમૂવિંગમાં સંપૂર્ણ પણે નવી વ્યાખ્યા સ્થાપિત કરવા સંબંધિત પ્રયત્નોની આવશ્કતાઓ હતી. આ પહેલની સાથે જ એલ એન્ડ ટી ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર નિર્માણમાં એક વ્યૂહાત્મક ભાગીદાર બનવામાં સફળ રહી. કેટલાંક અન્ય સહભાગીદારોમાં શામેલ હતા – અલ્બરેટ ફ્રાંસ, જેઆઇ કેસ, યુએસએ , વાઇબ્રોમેક્સ- જર્મની, ડેટ્રાઇટ ડીઝલ- યુએસએ.
ત્યારબાદ 1998માં એન્જિનિયરિંગ સેક્ટરની બે દિગ્ગજ કંપનીઓ – કોમાત્સુ અને એલ એન્ડ ટી એ કોમાત્સુની અત્યાધુનિક, વિશ્વ કક્ષાની મશીનોના નિર્માણ માટે એક સંયુક્ત સાહસની રચના કરી. કોમાત્સુ પીસી200 – 6 એક્સકેવેટર ‘ગુણવત્તા, વિશ્વસનિયતા અને સ્થાયિત્વ’ની બાબતે માપદંડ બની અને એક પ્રતિષ્ઠિત મોડલ બની ગઇ.
પીસી71, પીસી300 અને પીસી450 જેવા એક્સકેવેટર્સના ઘણા મોડલોની શરૂઆત સાથે ત્યારબાદના વર્ષોમાં એલ એન્ડ ટી એ અગ્રણી કંપનીનું સ્થાન હાંસલ કર્યુ અને 25,000થી વધારે મૂલ્યવાન ગ્રાહકોનો એક વિશાળ અને વફાદાર નિષ્ઠાવાન બનાવ્યો..
ઇનોવેશનની સતત કોશિશોની સાથે આગળ વધતા એલ એન્ડ ટીએ તાજેતરમાં કોમાત્સુ પીસી210 – 10એમ0 હાઇડ્રોલિક એક્સકેવેટરની શરૂઆત કરી. તેણે સફળતાની એક નવી કહાની લખી અને 22-ટન વર્ગમાં સૌથી ઝડપી વધતા મોડલ બનવાની દિશામાં તમામ રેકોર્ડ તોડી દીધા, 10 મહિનાના સમયગાળામાં તે 1000 અંક સુધી પહોંચી ગયુ અને હવે માર્કેટ લીડર બનવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યુ છે.
જેમ-જેમ ભારતમાં ખનીજના ખાણકામનો વિસ્તાર થયો, કોમાત્સુ અને એલ એન્ડ ટી એ ખનન ને સુરક્ષિત, પર્યાવરણને અનુકુળ અને ટકાઉ બનાવવા માટે બદલવાનો નિર્ણય લીધો અને મોટી માઇનિંગ મશીનોની શરૂઆત કરી, જેવી કે ડંપ ટ્રક એચડી785, ડોઝર મોડલ ડી155, એક્સકેવેટર મોડલ પીસી1250 અને પીસી2000ની શરૂઆત કરી.
માઇનિંગ ઓપરેશન્સની માટે કોમાત્યુના મૈમથ 240 ટન ક્લાસ 830ઇ ડંપ ટ્રક અને 16 સીયુએમ ક્લાસ પીસી3000 હાઇડ્રોલિક એક્સકેવેટર પણ આપ્યા, જેણે સમયની સાથે વિકસીત કરાયેલી પોતાની અનન્ય ક્ષમતાઓને મજબૂત કરી.
કોલસાના ઉત્પાદનની વધી રહેલી આવશ્યકતાને પૂર્ણ કરવા માટે, કોલ માઇનિંગ કંપનીઓના કોન્ટ્રાક્ટરોના ઓવરબર્ડન ને હટાવવાની શરૂઆત કરી,
તેની માટે માઇનિંગ ટિપર્સના એક નવા સેગમેન્ટની આવશ્યકતા હતી જે કોમાત્સુના પીસી450 એક્સકેવેટરની સાથે બહુ સારી રીતે બંધ બેસે છે. એલ એન્ડ ટી એ પોતાની લેટેસ્ટ જનરેશનના ટિપર ટ્રકની રજૂઆત કરવા માટે સ્કૈનિયાની સાથે ભાગીદારી કરી, જે ત્યારથી મિડ- માઇનિંગ ઇન્સ્ટ્રીઝમાં પોતાના અસાધારણ પ્રદર્શન, ઉત્ષ્ઠ ઇકોનોમી, ઓપરેટર કમ્ફર્ટ અને સુરક્ષાની માટે અત્યંત લોકપ્રીય થઇ ગઇ છે.
એલ એન્ડ ટીની પાસે એક ઉંડાણપૂર્વકના વિશ્વાસની સાથે ગ્રાહક સેવાની એક લાંબી પરંપરા છે – ‘સેવા માં જ સફળતા છે’. આથી બાંધકામ અને ખનન મશીનોની મોટી સંખ્યાને સમર્થન આપવા માટે, એલ એન્ડ ટી એ વેચાણ અને સર્વિસના સમર્થન માટે મજબૂત માળખાંગત બાંધકામના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ.
હવે તેમાં છ વિશ્વ કક્ષાના સર્વિસ સેન્ટર, અત્યાધુનિક કુશળ અને અનુભવી સર્વિસ એન્જિનિયરોની એક ટીમ, એક સેન્ટ્રલ ટ્રેઇનિંગ સેન્ટર, બાંધકામ ઉપકરણોની માટે 30 ડીલરશીપ અને સમગ્ર ભારતમાં પાર્ટ્સના ડિપોનું એક નેટવર્ક છે. આ મશીન અપટાઇમ અને યુટિલાઇઝેશનમાં સાચા અર્થમાં પરિવર્તનકારી સાબિત થઇ છે.