કલ્યાણ જ્વેલર્સે મુહૂર્ત 2.0 સાથે લગ્નની સિઝનની ઓફરની જાહેરાત કરી
એનું સિતારાઓથી સભર મુહૂર્ત એડ અભિયાન પ્રસ્તુત કર્યું, જેમાં મિલેનિયલ નવવધૂઓ માટે હાયપર-લોકલ જ્વેલરી ડિઝાઇનો રજૂ કરી
મુંબઈ, ટૂંક સમયમાં નવવધૂ બનવા આતુર મિલેનિયલ્સ યુવતીઓની બદલાતી પસંદગીઓ અને વિવિધ સંસ્કૃતિઓની ઉજવણી કરવા કલ્યાણ જ્વેલર્સે દેશના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા વિવિધ પ્રવાહો અને અનુસરવામાં આવતી જ્વેલરી પરંપરાઓમાંથી પ્રેરિત થઈને નવી અને વિશિષ્ટ હાયપરલોકલ (અતિ સ્થાનિક) જ્વેલરી ડિઝાઇનો સાથે એનું વેડિંગ જ્વેલરી કલેક્શન – મુહૂર્તને નવેસરથી પ્રસ્તુત કર્યું છે.
આ સાથે કંપનીનો ઉદ્દેશ વેડિંગ જ્વેલરી સેગમેન્ટમાં એની કામગીરીને મજબૂત કરવાનો છે, જે કંપનીની આવકમાં મોટો હિસ્સો ધરાવે છે. કલ્યાણ જ્વેલર્સ દેશભરમાં 13 પ્રાદેશિક ખરીદી કેન્દ્રો ધરાવે છે, જે બ્રાન્ડને સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત પ્રદેશને અનુરૂપ જ્વેલરી ડિઝાઇનોની વિસ્તૃત રેન્જ મેળવવા સક્ષમ બનાવે છે.
મુહૂર્ત કલેક્શનમાં સદાબહાર ડાયમન્ડ અને ગોલ્ડ જ્વેલરીની ડિઝાઇનો ઉપરાંત કર્ણાટકની અધિકૃત નકાશી ડિઝાઇનોથી લઈને રાજસ્થાનની પોલ્કી જ્વેલરી, તેલંગાણામાંથી કિંમતી રત્નજડિત પીસથી લઈને ઓડિસાની તંતુ શૈલીની વિસ્તૃત રેન્જ સામેલ છે, જે દેશભરમાં મિલેનિયલ નવવધૂઓના લગ્નસરાની જ્વેલરીમાં ફિટ છે.
મુહૂર્તના નવા કલેક્શન વિશે કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રમેશ કલ્યાણરામને કહ્યું હતું કે, “ગયા વર્ષે અમે લગ્નને અતિ અંગત ઉજવણીમાં પરિવર્તિત થતા જોયું છે, જેમાં નવવધૂઓ ઓથેન્ટિક અને રિયલ (પ્રામાણિક અને વાસ્તવિક) રહેવાનું પસંદ કરે છે.
આ પસંદગી લગ્નની જ્વેલરીની પસંદગીમાં પણ જોવા મળી છે, જેમાં દરેક આભૂષણ એના વ્યક્તિત્વ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ છે. બ્રાન્ડ અખિલ-ભારતીય સ્તરે કામગીરી ધરાવતી હોવાથી અમે સમજીએ છીએ કે, લગ્નના દિવસે દરેક મહિલા જે આભૂષણ પહેરે છે એ એના માટે વારસા સમાન હોય છે અને એને જાળવવામાં ગર્વ અનુભવે છે.
આ કારણે અમારું એક્સક્લૂઝિવ વેડિંગ જ્વેલરી કલેક્શન જે તે પ્રદેશની પરંપરાઓને અનુરૂપ ડિઝાઇનો ધરાવે છે, જેને દેશભરના સ્થાનિક કલાકારોએ કુશળતાપૂર્વક બનાવી અને ડિઝાઇન કરેલી છે. મુહૂર્ત 2.0 ખરાં અર્થમાં આધુનિક દુલ્હનની પસંદગીઓને ચરિતાર્થ કરે છે.”
લગ્નની સિઝન શરૂ થવાની સાથે કલ્યાણ જ્વેલર્સે આજે મુહૂર્ત કલેક્શનનો પ્રચારપ્રસાર કરવા એના અભિયાનની લેટેસ્ટ એડિશન પ્રસ્તુત કરી હતી. સિતારાઓથી સભર આ અભિયાનમાં એના આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન અને કેટરિના કૈફ એકસાથે સ્ક્રીન પર જોવા મળે છે,
જેમની સાથે પ્રાદેશિક બ્રાન્ડ એમ્બેસેડર પ્રભુ ગણેશન લગ્નની ઉજવણીને યાદગાર અંગત સમારંભ બનાવવા સામેલ થયા હતા. અગાઉ જ્વેલરી બ્રાન્ડે અંગત અને DIY લગ્નના ટ્રેન્ડની ઉજવણી કરવા મુહૂર્ત@હોમ પ્રસ્તુત કર્યું હતું, જે લોકડાઉનના નિયંત્રણો વચ્ચે અતિ લોકપ્રિય બન્યું હતું.
અહીં જાહેરાત જુઓ :
મુહૂર્ત કલેક્શન વર્ષ 2018માં પ્રસ્તુત થયા પછી અત્યાર સુધી કંપનીએ મુહૂર્ત ફ્લોર અને મુહૂર્ત-ઓન્લી શોરૂમ જેવી નવીન અનેક પહેલો શરૂ કરી છે. લગ્નસરાના ગ્રાહકો તમામ ફ્લેગશિપ શોરૂમમાં વિશિષ્ટ મુહૂર્ત ફ્લોર્સ તેમજ મુહૂર્ત-ઓન્લી શોરૂમનો લાભ લઈ શકે છે. મુહૂર્ત-ઓન્લી શોરૂમ ખરીદીનો લક્ઝુરિયસ, અંગત અને સમૃદ્ધ અનુભવ આપવા માટે વેડિંગ જ્વેલરી એક્સક્લૂઝિવ ઓફર કરે છે.