બંગાળમાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને મમતાએ તમામ ચૂંટણી કાર્યક્રમ રદ કર્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/11/Mamta-1024x639.jpg)
કોલકતા: પ. બંગાળમાં ચૂંટણી પ્રચાર સામે કોરોના બચાવના નિયમનું ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે ગુરુવારે રાજ્યમાં તત્કાલ રીતે રોડ શો અને વાહન રેલી પર રોક લગાવી છે. વધતા કોરોના સંક્રમણને લઈને ચૂંટણી આયોગે ગાઈડલાઈન્સમાં ફેરફાર કર્યા છે. રાજ્યમાં ઝડપથી વધી રહેલા સંક્રમણને જાેતાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પોતાના તમામ ચૂંટણી કાર્યક્રમને રદ્દ કર્યા છે. ચૂંટણીને લઈને મમતા બેનર્જીએ લોકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધવાનું નક્કી કર્યું છે.
કોરોનાના વધતા કેસ અને ચૂંટણી આયોગે આપેલા આદેશના કારણે મેં મારી દરેક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ રદ્દ કર્યા છે. જનતા સુધી વર્ચ્યુઅલી પહોંચીશું. જલ્દી વર્ચ્યુઅલ મીટિંગ્સની તારીખો જાહેર કરાશે.
પ. બંગાળમાં ચૂંટણી પ્રચાર સામે કોરોના બચાવના નિયમનું ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે ગુરુવારે રાજ્યમાં તત્કાલ રીતે રોડ શો અને વાહન રેલી પર રોક લગાવી છે. આ સાથે એમ પણ કહ્યું છે કે કોઈ પણ જનસભામાં ૫૦૦થી વધારે લોકોને મંજૂરી નહી મળે. આદેશમાં કહેવાયું છે કે આયોગે કહ્યું છે કે અનેક રાજકીય પક્ષો અને ઉમેદવારો હજુ પણ જનસભામાં નિયમોનું પાલન કરી રહ્યા નથી. આ આદેશ ગુરુવારે સાંજે ૭ વાગ્યાથી લાગૂ કરાયો છે.
પ. બંગાળમાં ગુરુવારે કોરોના વાયરસના સંક્રમણના કારણે એક જ દિવસમાં સૌથી વધારે ૧૧૯૪૮ નવા કેસ આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૭,૦૦,૯૦૪ થઈ છે. સ્વાસ્થ્ય વિભાગે બુલેટિનમાં આ જાણકારી આપી છે. રાજ્યમાં આ સમયે કોરોનાના ૫૬ દર્દીના મોત થતા કુલ મોત ૧૦,૭૬૬ થયા છે.૨૪ કલાકમાં બંગાળમાં ૬૫૯૦ દર્દીઓ સાજા થયા છે. તો ૨૪ કલાકમાં ૫૩,૧૫૪ કેસનું ટેસ્ટિંગ કરાયું છે. રાજ્યમાં કુલ ૧,૦૦,૦૩,૪૯૦ ટેસ્ટ થઈ ચૂક્યા છે.