Western Times News

Gujarati News

ઓક્સિજન સપ્લાઈમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવી જાેઈએ. : વડાપ્રધાન

નવીદિલ્હી: દેશમાં ઓક્સિજનના સપ્લાઈને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલ રિવ્યુ બેઠક કરી. તેમાં તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે રાજ્યોને અપાઈ રહેલા ઓક્સિજન સપ્લાઈમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવી જાેઈએ. તેમણે દેશની હાલની સ્થિતિને જાેતા ઓક્સિજનના પ્રોડક્શન અને સપ્લાઈને વધારવાની પદ્ધતિઓ પર ભાર આપવાની વાત કહી. ઓક્સિજનના મુદ્દા પર દેશની ૬ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે ઓક્સિજન સપ્લાઈ વાળી ગાડીઓને ન રોકવામાં આવે.

અધિકારીઓએ જણાવ્યું કે ચાર મુદ્દા પર ચર્ચા કરાઇ હતી. વડાપ્રધાને કહ્યું હતું કે અમે રાજ્યોની સાથે મળીને પ્રસ્તાવિત ઓક્સિજન પ્લાન્ટ્‌સને ઝડપથી શરૂ કરવા પર કામ કરી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજનમાં પ્રત્યેક દિવસે ૩ હજાર ૩૦૦ મેટ્રિક ટનનો વધારો થયો છે. તેમાં પ્રાઈવેટ, સરકારી સ્ટીલ પ્લાન્ટ, ઈન્ડસ્ટ્રીઝ અને ઓક્સિજન મેન્યુફેકચર્સ પણ મદદ માટે આવ્યા છે. તેમણે બિનજરૂરી ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ માટે ઓક્સિજન સપ્લાઈ રોકી દીધો છે.

રાજ્યોને તેમની જરૂરિયાત મુજબનો ઓક્સિજન આપવાનું નિશ્ચિત કરાઈ રહ્યું છે અને તેના માટે રાજ્યો સાથે સતત વાત કરવામાં આવી રહી છે. ૨૧ એપ્રિલથી ૨૦ રાજ્યોમાં પ્રત્યેક દિવસે ૬ હજાર ૭૮૫ મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન જરૂરિયાત પડી રહી છે અને તેમને સરકાર તરફથી ૬ હજાર ૮૦૦ મેટ્રિક ટન ઓક્સિજન અપાઈ રહ્યો છે.વડાપ્રધાને ઓક્સિજન પ્રોડક્શન, તેના ડિસ્ટ્રીબ્યુશનમાં તેજી, હેલ્થ કેર ફેસિલિટીમાં ઓક્સિજન સપ્લાઈ માટે નવા રસ્તાઓ શોધવા પર ભાર મૂક્યો છે.

એકમાંથી બીજા જિલ્લા કે વિસ્તારમાં ઓક્સિજન લઈને જઈ રહેલી ગાડીઓને રોકી નહી શકાય. ઓક્સિજન લઈને જઈ રહેલી ગાડીઓ પર એકથી બીજા રાજ્યોમાં જવા પર પણ કોઈ પ્રતિબંધ નહિ રહે. ઓક્સિજન મેન્યુફેકચર્સને એમ કહી શકાશે નહિ કે તે કોઈ એક રાજ્ય કે શહેરની હોસ્પિટલને જ પોતાનો સપ્લાઈ મોકલે. શહેરની અંદર પણ ઓક્સિજન વાળી ગાડીની મુવમેન્ટ પર સમયનો કોઈ પ્રતિબંધ લાગુ રહેશે નહિ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.