બાન્દ્રા ટર્મિનસથી જમ્મુતાવી, દિલ્હી સરાય રોહિલા અને ભગત કી કોઠી જતી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરાશે

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બાન્દ્રા ટર્મિનસ થી જમ્મુતવી, દિલ્હી સરાઈ રોહિલા અને ભગત કી કોઠી જતી વિશેષ ટ્રેનોમાં એક થર્ડ એસી કોચ (અસ્થાયી રૂપે) ઉમેરવામાં આવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 09027 બાંદ્રા ટર્મિનસ – જમ્મુતવી વિશેષમાં 01 મે 2021 થી અને ટ્રેન નંબર 09028 જમ્મુતવી – બાન્દ્રા ટર્મિનસ વિશેષમાં 03 મે 2021 થી એક થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે.
2. ટ્રેન નંબર 02949 બાન્દ્રા ટર્મિનસ – દિલ્હી સરાઈ રોહિલા વિશેષમાં 28 એપ્રિલ, 2021 થી અને ટ્રેન નંબર 02950 દિલ્હી સરાઇ રોહિલા – બાન્દ્રા ટર્મિનસ વિશેષમાં 29 એપ્રિલ, 2021 થી એક થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે.
3. ટ્રેન નંબર 02965 બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી વિશેષમાં 30 એપ્રિલ 2021 થી અને ટ્રેન નંબર 02966 ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ વિશેષમાં 01 મે 2021 થી એક થર્ડ કોચ ઉમેરવામાં આવશે.