કોઈ વ્યક્તિ જુઠ્ઠું બોલે ત્યારે નાકનો રંગ બદલાઈ જાય છે
નવી દિલ્હી: એ તો બધા જાણે છે કે દરેકની જીંદગી બીજા કરતા અલગ હોય છે. દરેકની રહેણી કરણી અલગ-અલગ હોય છે. દરેક વ્યક્તિની અલગ-અલગ આદતો હોય છે અને તે વ્યક્તિ તેની આવી જ આદતો પ્રમાણે પોતાની જીંદગીને તે પ્રમાણે ઢાળી દે છે પરંતુ દુનિયાભરના લોકોમાં ખૂબ કોમન આદતો પણ હોય છે. જેનાથી કોઈપણ વ્યક્તિના હાલ-ચાલને જાણી શકાય છે. વ્યક્તિ સાચું બોલે છેકે ખોટું તે જાણવાનો આસાન ઉપાય પણ અહીં જણાવ્યો છે. દરેક માણસમાં કેટલીક આદતો સામાન્ય હોય છે.
જેમકે, વાત-વાતમાં જુઠ્ઠું બોલવું, સામાન્ય વાતમાં પણ મોટેથી હસવું, બેઠાં-બેઠાં ઉંઘ આવી જવી, નાની વાતમાં પણ ગુસ્સે થઈ જવું વેગેરે, આ દરેક બાબતો પાછળ કોઈકને કોઈક વિશેષ કારણ રહેલું હોય છે. અને ચહેરાના હાવભાવ ઘણું બધું કહી જાય છે. કોઈની રાત્રિ શાંતિથી કપાઈ જાય છે તો કોઈને આખી રાત્રિ દરમિયાન કરવટ જ બદલવી પડતી હોય છે. તમે નહીં જાણતા હોવ કે કોઈ પણ વ્યક્તિ રાત્રિ દરમિયાન ૪૦ વખત કરવટ બદલે છે. કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે એક પડખે આખી રાત નીકળી ગઈ તો એવા ખોટી છે. અમે એ જાણીએ છે કે આ સાંભળીને તમે તમારે સ્લીપિંગ હેબીટ પર નજર જરૂર રાખશો. અમુક લોકો બધી નાની-મોટી વાતોમાં હસવા લાગે છે.તો અમુક લોકોને હસવા માટે ખૂબ મહેનત કરવી પડે છે.
તમને જાણીને નવાઈ થશે કે ઓછુ હસવાવાળા લોકો પણ દિવસમાં ૧૦ વખત હસી લે છે. એક સર્વે પ્રમાણ માણસને ગુસ્સો ત્યારે આવે છે જ્યારે તેને ન ગમતી હોય એવી કોઈ વાત થાય. અથવા તો તેને ગમતી હોય એવી કોઈ વાત ન થાય અથવા તેણે વિચારીને રાખ્યું હોય એવું ન થાય ત્યારે તેને ગુસ્સો આવે છે. દરેકના ગુસ્સાની તિવ્રતા અલગ અલગ હોય છે. આંખો નીચે થતા કાળા કુંડાળા તમારી જીંદગીમાં થઈ રહેલી ઉથલ પાથલને જણાવે છે. ટેન્શનમાં હોવાથી ઉંગ આવતી નથી જેનાથી આંખો પર દબાણ પડે છે.
તેવામાં લોકો તમારો ચહેરો જાેઈને તરત જ તમારી તબિયેત કે સ્ટ્રેસ અંગે પુછી લે છે. જ્યારે તમારે એ જાણવું હોય કે સામેવાળો વ્યક્તિ જુઠ્ઠું બોલે છે કે સાચુ તો ત્યારે તે વ્યક્તિના નાક પર નજર રાખવી. જાે નાકનો રંગ લાલ થવા લાગે તો સમજી જવું કે સામેવાળો વ્યક્તિ જુઠ્ઠું બોલી રહ્યો છે. આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જુઠ્ઠું બોલવાથી બ્લડ સરક્યૂલેશન વધી જાય છે અને નાક ગરમ થવા લાગે છે. એના કારણે હવે જ્યારે પણ કોઈ તમારી સાથા ચિટીંગ કરવાનો પ્રયાસ કરે અને જુઠ્ઠું બોલે તો તમે આ તરકીબ આજમાવી જાેજાે ચપટીમાં જ પકડાઈ જશે ચીટર.