Western Times News

Gujarati News

અમદાવાદમા રીકવરી રેટ ૯૪થી ઘટી ૬૭ ટકા થઈ ગયો

Files Photo

છેલ્લા ૦૬ મહીનાની સરખામણીમાં ૧૪૦ ટકા વધુ કેસ એપ્રિલમાં કન્ફર્મ થયા

એકટીવ કેસની સંખ્યામાં ર૦ ગણો વધારો થયો.

ઓકટો-ર૦ થી માર્ચ-ર૧ સુધી ૩૩૭૯૪ કેસ કન્ફર્મ થયા : એપ્રિલ-ર૧ ના રર દિવસમાં ૪૭૮૮૯ કેસ નોંધાયા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: કોરોના વાયરસના કારણે અમદાવાદની સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. સરકારી અધિકારીઓની અણ આવડતનો ભોગ નિર્દોષ નાગરીકો બની રહયા છે. કોરોના દર્દીઓ સમયસર સારવાર ઓકસીજન અને ઈન્જેકશન માટે વલખા મારી રહયા છે. હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન થવાના કારણે અનેક દર્દીઓના એમ્બ્યુલન્સ વાન, ખાનગી વાહનો કે હોસ્પિટલના પ્રાંગણમાં જ મૃત્યુ થયા છે. સરકાર તરફથી રોજ નવી જાહેરાતો થાય છે.
પરંતુ વહીવટીતંત્ર દ્વારા તેનો નક્કર અમલ થતો નથી એપ્રિલ મહીનામાં કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે તેમજ મહીનાના પ્રથમ રર દિવસમાં જ કોરોનાના ૪૭ હજાર કરતા વધુ કેસ નોંધાયા છે જે પાછલા ૦૬ મહીનામાં નોંધાયેલા કુલ કેસ કરતા લગભગ દોઢ ગણા વધારે છે. ચિંતાજનક બાબત એ છે કે એપ્રિલ મહીનામાં રીકવરી રેટ ઘટયો છે તેમજ એકટીવ દર્દીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે જયારે રીકવરી રેટ ૯૪થી ઘટીને ૬૭ પર આવી ગયો છે.

સ્માર્ટસીટી અમદાવાદના નાગરીકો કોરોના વાયરસના ભયના ઓથાર હેઠળ જીવી રહી છે જે શહેરમાં મહીનાના કુલ પાંચ હજાર કન્ફર્મ થતા હતા તે શહેરમાં હાલ દૈનીક કેસની સંખ્યા પાંચ હજારને પાર કરી ગઈ છે. એપ્રિલ મહીનાના પ્રથમ રર દિવસમાં કોરોનાના કુલ ૪૭૮૮૯ કેસ નોંધાયા છે માર્ચ મહીનામાં કન્ફર્મ થયેલા કેસ કરતા પાંચ ગણા વધારે કેસ એપ્રિલના રર દિવસમાં જ બહાર આવ્યા છે. માર્ચ મહીનામાં કોરોનાના કુલ ૯પ૪૪ કેસ કન્ફર્મ થયા હતા. શહેરમાં કોરોના કેસની સંખ્યામાં રોજ લગભગ દસ ટકાનો વધારો થઈ રહયો છે. જયારે તેની સામે થઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘણી જ ઓછી છે.

શહેરમાં માર્ચ-ર૦ર૦થી રર એપ્રિલ ર૦ર૧ સુધી કોરોનાના કુલ ૧,૧૬,ર,૮૮ કેસ નોંધાયા છે જે પૈકી ૪૧ ટકા કેસ માત્ર એપ્રિલના રર દિવસમાં જ કન્ફર્મ થયા છે. જયારે ઓકટોબર-ર૦ર૦થી માર્ચ- ર૦ર૧ સુધી એટલે કે ૦૬ મહીનામાં કોરોનાના જેટલા કેસ નોધાયા હતા તેના કરતા ૧૪૦ ટકા વધુ લગભગ (દોઢ ગણા) કેસ માત્ર એપ્રિલમાં કન્ફર્મ થયા છે.

શહેરમાં ઓકટોબર-ર૦ર૦થી માર્ચ- ર૦ર૧ સુધી કોરોનાના ૩૩૭૯૪ કેસ નોધાયા હતા જેની સામે એપ્રિલના રર દિવસમાં જ ૪૭૮૮૯ કેસ કન્ફર્મ થયા છે. આ આંકડાને અત્યંત ચિંતાજનક માનવામાં આવી રહયા છે. શહેરમાં ગત ઓકટોબરમાં પ૧૪ર, નવેમ્બરમાં ૬૯૮૪, ડીસેમ્બરમાં ૭૧૯૬, જાન્યુઆરી-ર૧માં ૩ર૪૩, ફેબ્રુઆરીમાં ૧૬૮પ તેમજ માર્ચ- ર૦ર૧માં ૯પ૪૪ કેસ નોધાયા હતા શહેરમાં કોરોના કેસની સાથે સાથે એકટીવ કેસ પણ વધી રહયા છે.

એપ્રિલ મહીલાની શરૂઆતમાં એકટીવ કેસની સંખ્યા માત્ર ૧૭૮પ હતી રર એપ્રિલે એકટીવ કેસની સંખ્યા વધીને ૩પ૭પ૦ થઈ છે જે લગભગ ર૦ ગણી વધારે છે એપ્રિલમાં ૪૭૮૮૯ પોઝીટીવ કેસની સામે નવા ૩૩૯૬પ એકટીવ કેસ બહાર આવ્યા છે તેવી જ રીતે રીકવરી રેટમાં પણ ઘટાડો થયો છે. ૧ એપ્રિલે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૬૪૩૧૯ હતી તે સમયે કુલ કેસની સંખ્યા ૬૮૪૦૪ હતી આમ ૧ એપ્રિલે રીકવરી રેટ ૯૪ ટકા હતો જેની સામે રર એપ્રિલે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૭૭૮૯૦ છે

જયારે કુલ કેસની સંખ્યા વધીને ૧,૧૬,ર૮૮ થઈ છે એપ્રિલ મહીનામાં કેસની સંખ્યામાં વધારો થતા રીકવરી રેટ માત્ર ૬૬ ટકા થઈ ગયો છે જે બાબત પણ ચિંતાનો વિષય બની છે એપ્રિલ મહીનામાં નવા ૪૭૮૮૯ કેસ સામે માત્ર ૧૩પ૭૧ દર્દીઓને જ ડીસ્ચાર્જ આપવામાં આવ્યા હોવાના આંકડા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.