વ્હાઇટહેટ જુનિયરે બાળકો માટે અભ્યાસની વિશિષ્ટ તકોની રચના કરવા કપિલ દેવ સાથે સહયોગ કર્યો
મુંબઇ, કોડિંગ અને મેથમાં લાઇવ ઓનલાઇન ક્લાસિસ ડિલિવર કરતી જાણીતી અને અગ્રણી એડટેક કંપની વ્હાઇટહેટ જુનિયરે અભ્યાસને મનોરંજક અને રસપ્રદ બનાવવા માટે મહાન ક્રિકેટર અને પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ સાથે સહયોગ કર્યો છે. WhiteHat Jr Collaborates with Kapil Dev to Create Unique Learning Opportunities for Children
આ સહયોગ ક્રિકેટ આધારિત પ્રોજેક્ટ્સ માટે ઉપયોગી બનશે, જેથી વિદ્યાર્થીઓને રસપ્રદ એપ્લીકેશન્સ તૈયાર કરવા માટે પ્રેરણા મળી રહેશે. કપિલ્સ સ્વિંગ બોલિંગ 11 તરીકે ઓળખાતા આ પ્રોજેક્ટ વ્હાઇટહેટ જુનિયરના અભ્યાસક્રમમાં સાંકળી લેવાશે, જેનાથી વિદ્યાર્થીઓને મોબાઇલ એપ તૈયાર કરવા માટે પ્રેરણા મળશે, જે જાણીતા ક્રિકેટર દ્વારા અપાયેલી બોલિંગ ટીપ્સ તથા એક્સપર્ટ ઇનપુટ્સને લાગુ કરીને ક્રિકેટ પિચ ઉપર બોલિંગને વેગ આપશે.
વિદ્યાર્થીઓ પ્લેટફોર્મ ઉપર ક્લાસ 8 પૂર્ણ કર્યાં બાદ આ વિશેષ પ્રોજેક્ટની એક્સેસ મેળવી શકે છે. વિદ્યાર્થીઓને કપિલ દેવના ફોટા અને વિડિયોની ક્રિએટિવ લાઇબ્રેરીની વિશેષ એક્સેસ મળશે, જ્યાંથી તેઓ પોતાની બોલિંગમાં નિપૂંણતા અને ટીપ્સ શેર કરશે.
આ પોતાના પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને ક્રિકેટ પ્રત્યેના તેમના જુસ્સા સાથે જોડશે અને રિયલ-લાઇફ સ્થિતિમાં કોર્સમાં શીખેલા કોન્સેપ્ટને લાગુ કરવામાં મદદરૂપ બનશે. તેઓ પોતાની પસંદગી અનુસાર પોતાની એપ્લીકેશનને વિસ્તારી અને પર્સનલાઇઝ્ડ પણ કરી શકે છે.
આ પ્રોજેક્ટ વિવિધ લેવલના વિદ્યાર્થીઓ એટલે કે શરૂઆતથી લઇને ઇન્ટરમિડિએટ અને એડવાસન્સ્ડ લેવલ માટે કસ્ટમાઇઝ છે, જે અંતર્ગત સ્ટિમ્યુલેટરમાં નિર્મિત ફંક્શન સાથે જટિલતા દરેક લેવલે વધતી જાય છે. કંપની હજારો વિદ્યાર્થીઓને તેમની પોતાની ખાસ એપ્લીકેશન તૈયાર કરવા પ્રેરિત કરવાની આશા રાખે છે.
આ સહયોગ વિશે વાત કરતાં કપિલ દેવે જણાવ્યું હતું કે, “આજના બાળકોને મળતું એક્સપોઝર અકલ્પનિય છે અને વ્હાઇટહેટ જુનિયર સાથેનો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મારા દ્વારા ઓફર કરાયેલા સૂચનોને આધારે બાળકોને પોતાની મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
કેવી રીતે વિચારો અને અભ્યાસ અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવામાં ઉપયોગી બને છે તેનું આ પ્રાથમિક ઉદારણ છે. આગામી પેઢીને બોલિંગની અજમાયેલી અને પરિક્ષણ કરાયેલી કાર્યપદ્ધતિના વિજ્ઞાન અંગે સમજણ પ્રદાન કરવી નોંધનીય બાબ છે. નવા યુગની એપ્સ સ્વરૂપે બાળકોની રચનાત્મકતા જોવા હું ઉત્સાહિત છું.”
વ્હાઇટહેટ જુનિયરના ચીફ લર્નિંગ ઓફિસર બાલાજી રામાનુજમે જણાવ્યું હતું કે, “બાળકોને ક્રિએટર બનાવવા માટે આપણે અભ્યાસને મનોરંજક, રસપ્રદ અને એપ્લીકેશનલક્ષી બનાવવો જરૂરી છે. અમારું માનવું છે કે આ પ્રોજેક્ટ વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવતા બાળકો માટે સંકલનનો માર્ગ મોકળો કરશે.”