બાયડ તાલુકાના આમોદરા અને જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવા લોક માંગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/02-9-scaled.jpg)
અરવલ્લી જિલ્લામાં અને બાયડ તાલુકામાં કોરોના મહામારીએ રુદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે, વર્તમાન સંજોગોમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમીત કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે જ્યારે હવે તો ગામડાઓમાં પણ. કોરોના સંક્રમણ દિનપ્રતિદિન સતત વધારો જોવા મળી રહ્યો છે કોરોના સંક્રમણના વધતા જતા કેસોના કારણે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે બેડની અછત સર્જાઈ રહી છે,તો ક્યાંક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.
ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે બેડ મળી શકે છે,પણ મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ પરવડે તેમ નથી અને મોટા ભાગના ગરીબ તેમજ મધ્યમ વર્ગીય લોકો ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરે છે,ત્યારે બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોની ઉગ્ર માંગ છેકે બાયડ તાલુકાના આમોદરા અને જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં
આવે જેથી ગ્રામ્ય વિસ્તારના ગરીબ તેમજ મધ્યમ વર્ગીય કોરોના દર્દીઓને નજીકમાં સરકારી દવાખાનામાં સારવાર મળી શકે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોના જણાવ્યા મુજબ જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે તો ડાભા, આંબલીયારા, તેનપુર, ભુડાસણ તેમજ અન્ય ઘણા ગામોના કોરોના દર્દીઓને નજીકમાંજ સમયસર સારવાર મળી શકે તેમ છે, જ્યારે આમોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે તો આમોદરા, ઈન્દ્રાણ ,બોરડી, ડેમાઈ, સાઠંબા જેવા વિસ્તારના કોરોના દર્દીઓને નજીકમાંજ અને ઝડપથી સારવાર મળી શકે તેમ છે