Western Times News

Gujarati News

બિહારમાં નાઇટ લાઇફ ન હોવાને કારણે નાઇટ કરફયુનું કોઇ ઔચિત્ય નથી

Files Photo

પટણા: બિહારમાં એનડીએની સરકારના સાથી પક્ષોમાં ખેંચતાણ ચાલી રહી છે.ભાજપે અનેકવાર નીતીશકુમારની પોતાની જ સરકારને કાયદો અને વ્યવસ્થા વગેરેના મુદ્દા પર કઠેડામાં ઉભી કરી છે ત્યારે ભાજપે ફરી એકવાર રાજયમાં વધતા કોરોના વાયરસ સંક્રમણના મામલામાં નીતીશકુમારને નિશાન પર લેતા જ એનડીએના નેતાઓમાં વાર પલટવાર તેજ થઇ ગયા છે.

બિહારમાં કોરોનાના કેસનો જાેતા જદયુ નેતા અને મુખ્યમંત્રી નીતીશકુમારે નાઇટ કરફયુની જાહેરાત કરી હતી આ નિર્ણય પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડો સંજય જાયસવાલે સવાલ ઉભા કરતા કહ્યું કે બિહારમાં નાઇટ લાઇફ ન હોવાને કારણે નાઇટ કરફયુનું કોઇ ઔચિત્ય નથી તેનાથી કોરોના વાયરસનું સંક્રમણ અટકશે નહીં તેમના આ નિવેદન પર જદયુએ પલટવાર કર્યો હતો અને હવે વાર પલટવારનો સીલસિલો ચાલુ થઇ ગયો છે.

ડો સંજય જાયસવાલના નિવેદન પર જદયુ તરફથી પહેલી પ્રતિક્રિયા જદયુ સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાની આવી છે તેમણે ટ્‌વીટમાં ભાજપ અધ્યક્ષને સલાહ આપી છે કે આ રાજનીતિ કરવાનો સમય નથી તેના એક દિવસ બાદ મુખ્યમંત્રીના નજીકના મનાતા જદયુ સાંસદ લલન સિંહે કહ્યું કે બિહારમાં લોકડાઉનની માંગ કરનારા નેતા ફકત મીડિયામાં રહેવા માટે આવા નિવેદન કરી રહ્યાં છે મુખ્યમંત્રીની પરિસ્થિતિ પર નજર છે અને જાે જરૂર જણાશે તો લોકડાઉન પણ લાગી શકે છે

પરંતુ હાલ રાજયમાં આવી કોઇ સ્થિતિ નથી. લલનસિંહનું આ નિવેદન સ્પષ્ટ રીતે ભાજપ અધ્યક્ષ સંજય જાયસવાલને લઇને હતું જયારે બિહાર સરકારમાં જદયુના કવોટાથી મંત્રી સંજય ઝાએ પણ નામ લીધા વિના ભાજપ નેતાઓને સલાહ આપી અને તેમના નિશાન પર પણ સંજય જાયસવાલ જ રહ્યાં હતાં.

જાે કે જદયુના નેતાઓના નિવેદન પર ભાજપ પણ ચુપ રહી નથી બિહાર સરકારમાં ભાજપના કવોટાના મંત્રી સમ્રાટ
ચૌધરીએ ઉપેન્દ્ર કુશવાહાના નિવેદન પર કડક પલટવાર કર્યો કુશવાહાના જદયુમાં તાજેતરમાં સામેલ થવાને લઇ વ્યંગ્યાત્મક અંદાજમાં કહ્યું કે કુશવાહા નવા મુસલમાન છે વધારે ડુંગળી ખાઇ રહ્યાં છે તેમણે આગળ કહ્યું કે ભાજપ પ્રદેશ અધ્યક્ષે જનહિતમાં કોઇ સવાલ ઉઠાવ્યા છે તો જદયુએ આવી પ્રતિક્રિયા આપવી જાેઇએ નહીં.

આ પહેલા પણ કોરોનાને લઇ ભાજપ અને જદયુ વચ્ચે ચાલી રહેલ આ વાર પલટવારને બંન્ને પક્ષોની વચ્ચે આંતરિક ખેંચતાણથી જાેડી શકાય છે. બિહારમાં અપરાધ અને કાયદો વ્યવસ્થાના મુદ્દા પર ભાજપ પહેલા પણ નીતીશકુમારન ે ઘેરતી આવી છે આ વખતે જદયુના નિશાન પર સીધા ભાજપ પ્રદેશ અધ્યક્ષ આવી ગયા છે હવે તો સમય જ બતાવશે કે મોટા મુદ્દા પર એક બીજાની ટીકાઓ બંને પક્ષોના સંબંધ કેવી રીતે સાચવી શકશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.