Western Times News

Gujarati News

મે મહિનામાં કોરોનાથી ભારતમાં રોજ ૫૦૦૦થી વધુ મોત થશે : રિસર્ચમાં દાવો

Files Photo

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસ ૧૫ મે સુધી પોતાન ચરમ(પીક) પર હશે. અમેરિકામાં થયેલ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મે મહિનાના મધ્યમાં ભારતમાં રોજ કોરોના વાયરસના ૫૬૦૦ લોકોના મોત થઈ શકે છે. આનો અર્થ એ છે કે એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે દેશમાં કોરોના વાયરસથી લગભગ ત્રણ લાખ લોકો પોતાના જીવ ગુમાવી શકે છે.

દેશમાં અત્યાર સુધી એટલે કે ૨૩ એપ્રિલ, ૨૦૨૧ સુધી ૧ લાખ ૮૯ હજાર ૫૪૪ લોકોના મોત કોવિડ-૧૯ના કારણે થઈ ચૂક્યા છે. દેશમાં શનિવારે(૨૪ એપ્રિલ) કોરોના વાયરસના છેલ્લા ૨૪ કલાકમાં ૩ લાખ ૪૬ હજાર ૭૮૬ નવા કેસ સામે આવ્યા છે અને ૨૬૨૪ લોકોના મોત થયા છે. દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા ૧,૬૬,૧૦,૪૮૧ થઈ ગઈ છે. સક્રિય કેસોની સંખ્યા ૨૫ લાખ ૫૨ હજાર ૯૪૦ છે. ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા ૧,૩૮,૬૭,૯૯૭ થઈ ગઈ છે.

વૉશિંગ્ટન વિશ્વવિદ્યાલયમાં ઈન્સ્ટીટ્યુટ ફૉર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન દ્વારા કોવિડ-૧૯ પ્રોજેક્શન નામથી એક અભ્યાસ કરવામાં આવ્યો. જે ૧૫ એપ્રિલ, ૨૦૨૧ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં જાે કોરોના વાયરસની સ્થિતિને કંટ્રોલ કરવી હોય તો દેશવ્યાપી રસીકરણથી જ કંઈ થઈ શકે છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના મહામારીનો આ સમય આવનારા દિવસોમાં હજુ વધુ ખતરનાક થવાનો છે.

ભારતમાં કોરોનાથી થતા મોત પર કહેવામાં આવ્યુ છે કે મેના મધ્યમાં(એટલે કે ૧૫ મે આસપાસ) ભારતમાં કોરોના પોતાના પીક પર હશે. ૧૦ મે સુધી ભારતમાં રોજ કોરોના વાયરસના ૫૬૦૦થી વધુ લોકોના મોત થઈ શકે છે. ભારતમાં એપ્રિલથી ૧ ઓગસ્ટ વચ્ચે મોતનો આંકડો ૩ લાખ ૨૯ હજાર થઈ જશે. વળી, જુલાઈ ૨૦૨૧ના અંત સુધી આ આંકડો ૬ લાખ ૬૫ હજાર સુધી વધી શકે છે. રિસર્ચમાં એ પણ દાવો કરવામાં આવ્યો કે એપ્રિલના ત્રીજા સપ્તાહના અંત સુધી જાે ભારતમાં યોગ્ય રીતે માસ્ક પહેરે તો મોતના આ આંકડાને ૭૦ હજાર સુધી ઘટાડી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.