મહારાષ્ટ્રમાં કોરોના નવા ૬૬૮૩૬ કેસ; ૭૭૩ મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Maharashtra_April23.jpd_-scaled.jpg)
File
મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના કહેર દિવસે દિવસે વધી રહી છે. સંચારબંધી લાગુ કરવા છતાં કેસોના નિયંત્રણમાં નહિં આવતાં ના છુટકે રાજ્યસરકારે અઠવાડિયા માટે કડક લોકડાઉન અમલમાં મૂક્યો છે. આજે ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૬૬.૮૩૬ કેસ નોંધાયા છે અને ૭૭૩ દરદીના મોત થયા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં એક દિવસ સૌથી વધુ દરદીના મોતનો વિક્રમ થયો છે. રાજ્યમાં ૭૪,૦૪૫ દરદીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા અને ૬ લાખ ૯૧ હજાર ૮૫૧ કોરોનાના એક્ટીવ કેસ છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૪૧,૬૧,૬૭૬ થઈ છે અને મરણાંકની સંખ્યા ૬૩૨૫૨ થઈ છે. જ્યારે કોરોનાના ૩૪,૦૪,૭૯૨ દરદી કોરોનાથી મુક્ત થતાં રિકવરીનું પ્રમાણ વધીને ૮૧.૮૧ ટકા થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
આ સિવાય રાજ્યમાં કોરોનાના ૪૧,૮૮,૨૬૬ દરદી હોય કવોરન્ટીન છે અને ૨૯,૩૭૮ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન છે. અત્યાર સુધી રાજ્યમાં ૨,૫૧,૬૩,૫૯૬ લોકોના કોરોના ટેસ્ટ કર્યા હોવાનું આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું.મુંબઈમાં આજે પણ કોરોના નવા દરદી સાજા થવાના દરદીનું પ્રમાણ વધારે છે. આજે મુંબઈનાં કોરોનાના ૭૨૨૧ કેસ નોંધાયા હતા
૭૨ દરદીએ જીવ ગુમાવ્યો હતો. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૧૬૨૨૧ થઈ છે અને મરણાંકની સંખ્યા ૧૨૬૪૮ થઈ છે. આજે કોરોનાના ૯૫૪૧ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતાં અત્યાર સુધી કોરોનાના ૫૨૦૬૮૪ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. એટલે કે રિકવરીનું પ્રમાણ ૮૪ ટકા છે અને શહેરમાં કોરોનાના ૮૧૫૩૮ દરદી સક્રિય છે તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.