યોગ્ય સમયે સુપ્રીમ કોર્ટે કોરોનાની સ્થિતિ ધ્યાને લીધી હોત તો સ્થિતિ આવી ન થાત : શિવસેના
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Shiv-Sena-1024x768.jpg)
મુંબઇ: દેશમાં કોરોના સંક્રમણના કારણે સતત બગડી રહેલ સ્થિતિને જાેતા શિવસેનાના મુખપત્ર સામનાનું કહેવુ છે કે સુપ્રીમ કોર્ટે હવે દેશમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં લીધી છે.જાે સુપ્રીમ કોર્ટે રાજનીતિક નેતાઓ વડાપ્રધાન ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલ રોડ શો અને ગરિદ્વાર કુંભને લઇ યોગ્ય સમય પર ધ્યાન આપ્યું હોત તો આવી સ્થિતિ ઉત્પન્ન થઇ ન હોત
એ યાદ રહે કે દેશભરમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલ મામલાને કારણે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે હાહાકાર મચાવી દીધો છે જેને જાેતા સુપ્રીમે સ્વયં સ્થિતિને ધ્યાને લીધી છે. સંક્રમણના મામલાની વચ્ચે ઓકસીજન અને દવાઓની કમીને જાેતા સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ ગંભીર મુદ્દા પર કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી છે સુપ્રીમે પુછયુ છે કે તેજીથી વધતા કોરોના સંક્રમણના મામલાને જાેતા તેની પાસે કયાં નેશનલ પ્લાન છે કોર્ટે હરીશ સાલ્વેને એમિકસ કયુરી પણ નિયુકત કર્યા છે.