એન.વી. રમનાએ નવા ચીફ જસ્ટિસનો કાર્યભાર સંભાળ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/NVRamna-1024x683.jpg)
રમનાનો કાર્યકાળ ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ સુધીનો રહેશે
નવી દિલ્હી, દેશના નવા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ એન વી રમનાએ શનિવારે દેશના મુખ્ય ન્યાયાધીશનો કાર્યભાર સંભાળી લીધો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ સવારે ૧૧ વાગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, કેંદ્રીય કાનૂન મંત્રી રવિ શંકર પ્રસાદ સહિત સુપ્રીમ કોર્ટના ઘણા જજાેની હાજરીમાં પદની શપથ અપાવી હતી.
જસ્ટિસ એનવી રમનાનો કાર્યકાળૅ ૧૬ મહિનાનો હશે. સીજેઆઇના રૂપમાં જસ્ટિસ રમનાનો કાર્યકાળ ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ સુધી હશે.૧૭ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ સુપ્રીમ કોર્ટમાં પોતાના પ્રમોશનથી પહેલાં જસ્ટિસ રમના દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા.
તેમનો જન્મ ૨૭ ઓગસ્ટ ૧૯૫૭ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નવરમના એક ખેડૂત પરિવારમાં થયો હતો. જસ્ટિસ રમના કોલેજા દિવસોમાં વિદ્યાર્થી રાજકારણ સાથે સંકળાયેલા હતા. તેમણે થોડો સમય પત્રકારત્વમાં પણ કામ કર્યું. વર્ષ ૧૯૮૩ માં વકાલત શરૂ કરનાર રમના આંધ્ર પ્રદેશના એડિશનલ એડવોકેટ જનરલ રહેવા ઉપરાંત કેંદ્ર સરકારના પણ ઘણા વિભાગોના વકીલ રહ્યા. ૨૦૦૦ માં તે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના કાયમી જજ બન્યા. વર્ષ ૨૦૧૪ માં સુપ્રીમ કોર્ટમાં પોતાની નિયુક્તિ પહેલાં તે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા.