Western Times News

Gujarati News

જાહેરનામાનો ભંગ કરેલ હોય લગ્ન આયોજક, ડીજેની ધરપકડ

પોલીસ અધિક્ષક રાકેશ બારોટ જી.મહીસાગર તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ લુણાવાડા વિભાગ લુણાવાડાનાઓ તરફથી હાલમાં ચાલી રહેલ વૈશ્વીક મહામારી કોવીડ-૧૯ ના સંક્રમણના ફેલાવવા બાબતે કોવીડ-૧૯ ની ગાઇડ લાઇનનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચના આપેલી હતી.

જે અનુસંધાને કડાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એમ.સી.પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમા હતા તે દરમ્યાન લગ્ન પ્રસંગના સ્થળો ચેક કરતા જેમા માલવણ આ.પો.ના કેળામુળ ગામે શૈલેષકુમાર શનાભાઇ બારીઆ નાઓએ પોતાના છોકરાના લગ્ન પ્રસંગમાં ચેકીગ દરમ્યાન ૫૦ કરતા વધારે માણસો ભેગા કરેલ હતા.

તેમજ સોસ્યલ ડીસ્ટન્સ ન જળવાઈ તે રીતે કેટલાક લોકો  ડીજે સાઉન્ડના મોટા અવાજ સાથે ગીતો વગાડતા નાચતા હોય જેથી જાહેરનામાનો ભંગ કરેલ હોય લગ્ન કઇ આયોજક (૧) શૈલેષકુમાર શનાભાઇ બારીઆ રહે.કેળામૂળ તા.કડાણા જી. મહીસાગર તથા લગ્નમા આવેલ ડી.જે માલીક (૨) રસીકભાઇ ગણપતભાઇ પઢીયાર રહે.કરોડીયા તા.વડોદરા જી.વડોદરા નાઓ દે બન્ને આરોપીઓ વિરુધ્ધ્માં કડાણા પોલીસ સ્ટેશન દ્રારા ઇ.પી.કો.કલમ.૨૬૯,૧૧૪ તથા એપેડેમીક એકટ
૧૮૯૭ ની કલમ-૩(૧) મુજબ ફરીયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામા આવેલ છે.

અને . ડિજે સિસ્ટમ ગાડી નંબર €૭-17-%-6188 નાની ગુન્હાના કામે કબજે કરવામા આવેલ છે. તેમજ છેલ્લા  એક અઠવાડીયા દરમ્યાન કડાણા પોલીસ દ્રારા અલગ અલગ સ્થળોએ કુલ ૫૦૦ માસ્કનુ વિતરણ ” તેમજ માસ્ક એન.સી ૧૦૫ આપી કુલ રૂ.૧,૦૫,૦૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમજ ડી.જે. સિસ્ટમ સાથેના કુલ ૪ વાહનો કબજે કરવામા આવેલ છે. તેમજ જાહેરમા માસ્ક વગર ફરતા ઇસમો દ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.